સત્ય. સાહસ. સંકલ્પ.

BCCIએ ઘરેલુ અમ્પાયરોની મેચ ફી બમણી કરી, રણજી ટ્રોફીથી નવો દર લાગુ

BCCIએ ઘરેલુ અમ્પાયરોની મેચ ફી બમણી કરી, રણજી ટ્રોફીથી નવો દર લાગુ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઘરેલુ અમ્પાયરોની મેચ ફી બમણી કરી છે. નવો દર 11 ઓક્ટોબરથી શરૂ થતી રણજી ટ્રોફીથી લાગુ થશે.

BCCIએ અમ્પાયરોને ચાર ગ્રેડમાં વહેંચ્યા છે — ગ્રેડ A, B, C અને D. ગ્રેડ A અને Bના અમ્પાયરો સિનિયર ઘરેલુ ટુર્નામેન્ટમાં ફરજ બજાવશે, જ્યારે ગ્રેડ C અને Dના અમ્પાયરો જુનિયર ટુર્નામેન્ટમાં તૈનાત થશે.

નવા દર મુજબ લીગ મેચોમાં અમ્પાયરને દરરોજ 40,000 રૂપિયા મળશે. એટલે કે રણજી ટ્રોફીની ચાર દિવસની મેચમાં એક અમ્પાયરને 1,60,000 રૂપિયા મળશે.

નોકઆઉટ મેચો માટે અમ્પાયરને દરરોજ 50,000થી 60,000 રૂપિયા મળશે. આ રકમ ગત સીઝન કરતાં આશરે બમણી છે.

તુલનાત્મક રીતે જોઈએ તો IPLમાં અમ્પાયરો એક મેચ દીઠ 3થી 4 લાખ રૂપિયા સુધી કમાય છે. ICCની એલિટ પેનલના અમ્પાયરોની કમાણી આનાથી પણ વધારે હોય છે.