સત્ય. સાહસ. સંકલ્પ.

ટીમ ઈન્ડિયાની 35 મેચ માટે BCCIને 130 કરોડ રૂપિયાની ડીલ, આ ત્રણ કંપનીઓ કરશે ભાગીદારી

ટીમ ઈન્ડિયાની 35 મેચ માટે BCCIને 130 કરોડ રૂપિયાની ડીલ, આ ત્રણ કંપનીઓ કરશે ભાગીદારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાની ઘરેલું દ્વિપક્ષીય મેચો માટે ત્રણ મોટી કંપનીઓ સાથે 130 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત કેમ્પા કોલા, એસબીઆઈ લાઈફ અને ચેટજીપીટી (ChatGPT) જેવી કંપનીઓ દરેક મેચ માટે ચૂકવણી કરશે.

મળતી માહિતી મુજબ, કેમ્પા કોલા દરેક મેચ માટે 1.31 કરોડ રૂપિયા આપશે, જ્યારે એસબીઆઈ લાઈફ અને ચેટજીપીટી દરેક મેચ માટે 1.2 કરોડ રૂપિયા ચૂકવશે. આ રીતે ત્રણેય કંપનીઓ મળીને દરેક મેચમાં કુલ 3.71 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

BCCIનો આ કરાર 35 મેચ માટે છે, જેના થકી બોર્ડને અંદાજે 130 કરોડ રૂપિયાની આવક થશે. આ કરાર વર્ષ 2028 સુધી માન્ય રહેશે. આ દરમિયાન ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે શ્રેણી રમશે.

આ ઉપરાંત, 2028ના કાર્યક્રમમાં પણ ઘણી ઘરેલું શ્રેણીનો સમાવેશ થશે, જેના થકી BCCIને આ કંપનીઓ પાસેથી નિયમિત આવક મળતી રહેશે. આ કરારને ક્રિકેટના વ્યાપારીકરણના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.