સત્ય. સાહસ. સંકલ્પ.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા ઓસ્ટ્રેલિયા સામે શૂન્ય રને આઉટ, 90 વર્ષ બાદ આવી ઘટના

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા ઓસ્ટ્રેલિયા સામે શૂન્ય રને આઉટ, 90 વર્ષ બાદ આવી ઘટના

કેપટાઉન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા માટે પ્રથમ દાવ નિરાશાજનક રહ્યો. તે માત્ર ત્રણ બોલ રમીને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો. નાથન લિયોનના બોલ પર તે ક્લીન બોલ્ડ થયો.

આ સાથે જ દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં એક દુર્લભ ઘટના બની. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન શૂન્ય રને આઉટ થાય તેવું છેલ્લે 1936માં બન્યું હતું. તે સમયે કેપ્ટન હર્બી વેડ ઓસ્ટ્રેલિયા સામે ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. હવે 90 વર્ષ બાદ ટેમ્બા બાવુમાના રૂપમાં આવી ઘટના બની છે.

કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી. એડન માર્કરમે 78 અને માર્કસ એકરમેને 95 રન બનાવ્યા હતા, જ્યારે ડેવિડ બેડિંગહામે 50 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, ત્યારબાદ બાવુમા શૂન્ય, બ્રીટ્ઝકે બે અને વિઆન મુલ્ડર શૂન્ય રને આઉટ થતાં દક્ષિણ આફ્રિકાની મુશ્કેલી વધી હતી.

અગાઉની ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા બાવુમા પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હતી. ચાર ઇનિંગ્સમાં 183 રન બનાવ્યા બાદ આ વખતે તેની નિષ્ફળતા ટીમ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. બાવુમાની વિકેટ પડ્યા બાદ દક્ષિણ આફ્રિકા માટે બાકીના બેટ્સમેનો પર જવાબદારી વધી ગઈ હતી. હવે ટીમ આ ઝટકામાંથી બહાર આવીને ઓસ્ટ્રેલિયા સામે કેટલો મજબૂત સ્કોર ઊભો કરે છે, તેના પર મેચની દિશા નિર્ભર રહેશે.