સત્ય. સાહસ. સંકલ્પ.

દાહોદનું 12મી સદીનું બાવકા શિવપંચાયતન મંદિર: ઇતિહાસ અને લોકવાયકા

દાહોદનું 12મી સદીનું બાવકા શિવપંચાયતન મંદિર: ઇતિહાસ અને લોકવાયકા

દાહોદથી 10 કિલોમીટર દૂર આવેલું 12મી સદીનું પૌરાણિક 'બાવકા શિવપંચાયતન' મંદિર હાલ ખંડિત અવસ્થામાં છે. પૂર્વાભિમુખ આ પંચાયતન પ્રકારના મંદિરમાં વિશિષ્ટ કોતરણી હોવાથી તેને 'ગુજરાતના ખજૂરાહો' તરીકે ઓળખાય છે.

આ મંદિર અંગેની કોઈ સ્પષ્ટ કથાનો તાગ મળતો નથી. બહુ જૂજ જગ્યાએ આ મંદિર હોવાના ઉલ્લેખ જોવા મળે છે. આ શિવાલય સંવત 1260 પછી બંધાવવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત બાવકાના શિવમંદિર સાથે જોડાયેલી એક પ્રચલિત લોકવાયકા એવી છે કે, એક દેવદાસીએ એક જ રાતમાં આ આખું મંદિર બંધાવ્યું હતું.

આ મંદિર પૂર્વાભિમુખ છે અને પંચાયતન પ્રકારનું છે. પંચાયતન એટલે એક મુખ્ય મંદિર અને તે જ પરિસરમાં ચાર પેટામંદિર આવેલા હોય છે. આ મંદિરમાં વિશિષ્ટ પ્રકારની કોતરણી જોવા મળે છે, જેને કારણે તે 'ગુજરાતના ખજૂરાહો' તરીકે પ્રસિદ્ધ છે. આ શિવાલય રાષ્ટ્રીય સ્મારક તરીકે આરક્ષિત છે.

રેતાળ પથ્થરોમાંથી બનાવવામાં આવેલું આ મંદિર હાલ ક્ષીણ અવસ્થામાં છે. સુણાકમાં આવેલા મંદિર જેવો જ પાયો આ મંદિરમાં છે. શિખર પર કરવામાં આવેલી કોતરણી મિયાણીના મંદિર જેવી છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર રાજા ભીમદેવ દ્વિતીયએ કરાવ્યો હોવાની માન્યતા પણ છે.