બેંક ઓફ બરોડા દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક છે. બેંક તેના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખાતા પર 3.50% થી 7.35% સુધીના વ્યાજ દર ઓફર કરે છે. બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધની મુદત માટે FD ખાતું ખોલવાની મંજૂરી આપે છે.
બેંક ઓફ બરોડામાં 271 દિવસની પાકતી મુદતવાળી FD પર 6.00% થી 6.50% સુધીનું વ્યાજ મળે છે.
59 વર્ષ સુધીના તમામ ગ્રાહકોને 271 દિવસની FD પર 6.00% વ્યાજ મળે છે. 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને આ જ મુદત પર 6.50% વ્યાજ મળે છે. આ FD યોજનામાં મહત્તમ રોકાણ 3 કરોડ રૂપિયા સુધીનું કરી શકાય છે.
બેંક ઓફ બરોડા સામાન્ય ગ્રાહકોની તુલનામાં વરિષ્ઠ નાગરિકોને FD પર 0.50% વધુ વ્યાજ આપે છે. આ ઉપરાંત, પસંદ કરેલી મુદતવાળી FD પર ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને વરિષ્ઠ નાગરિકો કરતાં 0.10% વધુ વ્યાજ દર મળે છે. જોકે, 271 દિવસની પાકતી મુદતવાળી FD પર વરિષ્ઠ નાગરિકો અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને સમાન વ્યાજ દર આપવામાં આવે છે.