ઓક્ટોબર 2026માં દશેરા, દુર્ગાપૂજા અને ગાંધી જયંતી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોવાથી દેશભરમાં બેંકોમાં રજાઓનો ધસારો રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના લિસ્ટ મુજબ, આ મહિનામાં 5માંથી 4 શનિવારે બેંકો બંધ રહેશે. ગુજરાતમાં કુલ 9 દિવસ બેંકો બંધ રહેશે, જેમાં ગાંધી જયંતી, દશેરા અને સરદાર પટેલ જયંતીનો સમાવેશ થાય છે. જોકે, ઓનલાઇન બેંકિંગ અને UPI સેવાઓ ચાલુ રહેશે.
ભારતમાં સામાન્ય નિયમ મુજબ તમામ શેડ્યૂલ્ડ અને નોન-શેડ્યૂલ્ડ બેંકોમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. ઓક્ટોબર 2026માં બીજા અને ચોથા શનિવાર ઉપરાંત ત્રીજા અને પાંચમા શનિવારે પણ અલગ-અલગ તહેવારો આવી રહ્યા હોવાથી 5માંથી 4 શનિવારે બેંક બ્રાન્ચ બંધ રહેશે. માત્ર પહેલા શનિવારે જ બેંકમાં રૂબરૂ કામ થઈ શકશે.
ઓક્ટોબર 2026માં બેંક રજાઓનું સંપૂર્ણ લિસ્ટ:
- 02 ઓક્ટોબર 2026: મહાત્મા ગાંધી જયંતી (નેશનલ હોલિડે – આખા દેશમાં બેંકો બંધ)
- 04 ઓક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
- 10 ઓક્ટોબર 2026: બીજો શનિવાર અને મહાલય અમાસ (આખા દેશમાં બેંકો બંધ)
- 11 ઓક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
- 17 ઓક્ટોબર 2026: મહાસપ્તમી (ત્રિપુરામાં બેંક રજા)
- 18 ઓક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
- 19 ઓક્ટોબર 2026: મહાષ્ટમી / મહાનવમી / આયુધ પૂજા / દુર્ગા પૂજા (પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, અસમ, ત્રિપુરા, મિઝોરમ, તમિલનાડુ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મેઘાલયમાં બેંકો બંધ)
- 20 ઓક્ટોબર 2026: વિજયાદશમી / દશેરા / મહાનવમી (ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન સહિત મણિપુર અને સિક્કિમ સિવાયના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ)
- 21 ઓક્ટોબર 2026: દુર્ગા પૂજા / દસૈં (પશ્ચિમ બંગાળ, કર્ણાટક, અસમ, ત્રિપુરા, કેરળ અને સિક્કિમમાં બેંક રજા)
- 22 ઓક્ટોબર 2026: દુર્ગા પૂજા (સિક્કિમમાં બેંકો બંધ)
- 23 ઓક્ટોબર 2026: દુર્ગા પૂજા (સિક્કિમમાં બેંકો બંધ)
- 24 ઓક્ટોબર 2026: ચોથો શનિવાર (આખા દેશમાં બેંકો બંધ)
- 25 ઓક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
- 26 ઓક્ટોબર 2026: લક્ષ્મી પૂજા / એક્સેસન ડે / મહર્ષિ વાલ્મીકિ જયંતી (જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ અને ત્રિપુરામાં બેંકો બંધ)
- 29 ઓક્ટોબર 2026: કરવા ચોથ (હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ)
- 31 ઓક્ટોબર 2026: સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી (ગુજરાતમાં બેંકો બંધ)
ગુજરાતમાં કુલ 9 દિવસ બેંકો બંધ:
- 02 ઓક્ટોબર 2026: મહાત્મા ગાંધી જયંતી (નેશનલ હોલિડે)
- 04 ઓક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
- 10 ઓક્ટોબર 2026: બીજો શનિવાર (નિયમિત બેંક રજા)
- 11 ઓક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
- 18 ઓક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
- 20 ઓક્ટોબર 2026: વિજયાદશમી / દશેરા
- 24 ઓક્ટોબર 2026: ચોથો શનિવાર (નિયમિત બેંક રજા)
- 25 ઓક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
- 31 ઓક્ટોબર 2026: સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી (પાંચમો શનિવાર)
બ્રાન્ચ બંધ હશે તો પણ ડિજિટલ સેવા 24x7 ચાલુ રહેશે
બેંક બ્રાન્ચમાં રજા હોવા છતાં ગ્રાહકોને કોઈ મુશ્કેલી પડશે નહીં. નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ એપ્સ, ATM અને UPI જેવી તમામ ડિજિટલ સેવાઓ 24 કલાક ચાલુ રહેશે. જેથી પૈસા ટ્રાન્સફર કરવા, ઓનલાઇન બિલ ભરવા કે બેલેન્સ ચેક કરવા જેવા જરૂરી કામો ઘરે બેઠા ફોનથી જ થઈ શકશે.