સત્ય. સાહસ. સંકલ્પ.

નવેમ્બરમાં 16 દિવસ બેંકો બંધ, RBIએ જાહેર કરી રજાઓની યાદી

નવેમ્બરમાં 16 દિવસ બેંકો બંધ, RBIએ જાહેર કરી રજાઓની યાદી

નવેમ્બર મહિનો નજીક આવી રહ્યો છે અને આ મહિનામાં ઘણા તહેવારો પડી રહ્યા છે. જો તમે નવેમ્બરમાં બેંકનું કોઈ કામ પતાવવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા રજાઓની યાદી જોઈ લેવી સારી રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર નવેમ્બર 2026માં દેશભરમાં બેંકો કુલ 16 દિવસ બંધ રહેશે.

આ 16 દિવસમાં દરેક જગ્યાએ લાગુ પડતી રજાઓ પણ છે અને કેટલાક વિસ્તારો પૂરતી સ્થાનિક રજાઓ પણ છે. દેશભરમાં 1, 8, 15, 22 અને 29 નવેમ્બરના રોજ રવિવાર પડતો હોવાથી બેંકો બંધ રહેશે. તે ઉપરાંત 14 અને 28 નવેમ્બરના રોજ બીજો અને ચોથો શનિવાર પડે છે, જે દિવસોમાં પણ બેંકો બંધ રહે છે. એટલે કે ફક્ત રવિવાર અને શનિવાર ગણતા સાત દિવસ બેંકો બંધ રહેશે.

બાકીના દિવસોમાં દિવાળી, નવું વર્ષ, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતિ જેવા તહેવારોને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ રજાઓની યાદી નીચે મુજબ છે:

1 નવેમ્બર – રવિવાર – બધે રજા

8 નવેમ્બર – રવિવાર – બધે રજા

9 નવેમ્બર – દિવાળી, લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા અને વિશ્વકર્મા દિવસ – ગુજરાત, અગરતલા, ભોપાલ, ચંદીગઢ, ગંગટોક, ઇમ્ફાલ, જયપુર, કાનપુર અને લખનૌ

10 નવેમ્બર – વિક્રમ સંવતનું નવું વર્ષ – અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, દેહરાદૂન, ગંગટોક, મુંબઈ અને નાગપુર

11 નવેમ્બર – લક્ષ્મી પૂજા, ભાઈ બીજ, ભ્રાતૃ દ્વિતીયા અને નિંગોલ ચકૌબા – ગંગટોક, ઇમ્ફાલ, કોલકાતા, લખનૌ અને શિમલા

13 નવેમ્બર – વાંગલા મહોત્સવ – શિલોંગ

14 નવેમ્બર – બીજો શનિવાર – બધે રજા

15 નવેમ્બર – રવિવાર – બધે રજા

16 નવેમ્બર – છઠ પૂજા – પટના અને રાંચી

20 નવેમ્બર – ઇગાસ-બગવાલ મહોત્સવ – દેહરાદૂન

22 નવેમ્બર – રવિવાર – બધે રજા

23 નવેમ્બર – સેંગ કુટ સ્નેમ – શિલોંગ

24 નવેમ્બર – ગુરુ નાનક જયંતિ, કાર્તિક પૂર્ણિમા અને રહસ પૂર્ણિમા – દિલ્હી, મુંબઈ, કોલકાતા, ભોપાલ, ચંદીગઢ, જયપુર, કાનપુર, લખનૌ, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર અને કોહિમા

27 નવેમ્બર – કનકદાસ જયંતિ – બેંગલુરુ

28 નવેમ્બર – ચોથો શનિવાર – બધે રજા

29 નવેમ્બર – રવિવાર – બધે રજા

બેંકની શાખાઓ બંધ હોય તોપણ ઓનલાઈન બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને ATM જેવી ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે. એટલે રજાના દિવસોમાં પણ પૈસાની લેવડદેવડ કે બીજા નાણાકીય વ્યવહારો ઓનલાઈન કરી શકાશે. આ સેવાઓ પર રજાની કોઈ અસર થશે નહીં.