સત્ય. સાહસ. સંકલ્પ.

બાંગ્લાદેશમાં ટ્રેનની છત અને દરવાજા પર લટકતા મુસાફરોનો વીડિયો વાયરલ, સવાલ ઊઠ્યા

બાંગ્લાદેશમાં ટ્રેનની છત અને દરવાજા પર લટકતા મુસાફરોનો વીડિયો વાયરલ, સવાલ ઊઠ્યા

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાંગ્લાદેશમાં ટ્રેનની અંદર જગ્યા ન હોવાથી મુસાફરો દરવાજા, થાંભલા અને છત પર લટકીને મુસાફરી કરતા જોવા મળે છે. આ વીડિયોમાં મુસાફરોની લાચારી અને જોખમી સ્થિતિ સ્પષ્ટ દેખાય છે.

હાલમાં જ બાંગ્લાદેશમાંથી આવતો આ 21 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં એક રેલવે સ્ટેશન પર ટ્રેનના ડબ્બા અને છત પર ભારે ભીડ જોવા મળે છે. ટ્રેનની અંદર જગ્યા ન હોવાથી ઘણા લોકો બહાર લાગેલા થાંભલાઓ, લોખંડના પાઈપો અને દરવાજા પર ચોટેલા છે. કેટલાક લોકો છત પર ચડવા માટે સ્ટેશનના પોલ પર લટકીને ઉપર ચડતા પણ જોવા મળે છે. આ ભીડમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે, જે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

આ વીડિયો સૌપ્રથમ X (ટ્વિટર) પર 'ઘર કે કલેશ' નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર ઘણી ટિપ્પણીઓ પણ આવી રહી છે. કેટલાક યુઝર્સે આને રેલવે પ્રશાસનની નિષ્ફળતા ગણાવી છે, તો કેટલાકે મુસાફરોની મજબૂરી સમજાવી છે. એક યુઝરે કટાક્ષમાં લખ્યું કે, 'આ ટ્રેનની મુસાફરી છે કે પોલ ડાન્સિંગ સ્પર્ધા?' બીજા એક યુઝરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, 'જો કોઈ એક વ્યક્તિ પણ થાંભલા પરથી લપસી ગયો તો મોટો અકસ્માત થઈ શકે છે.'

આ ઘટના બાંગ્લાદેશની છે, જે દર્શાવે છે કે ત્યાં ટ્રેનમાં સફર કરવી કેટલી જોખમી બની ગઈ છે. રેલવે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને આ રીતે મુસાફરી કરવી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.