સત્ય. સાહસ. સંકલ્પ.

બાંગ્લાદેશમાં રાજકીય તણાવ: 300 અધિકારીઓ સર્વેલન્સ હેઠળ, બળવાની શંકા

બાંગ્લાદેશમાં રાજકીય તણાવ: 300 અધિકારીઓ સર્વેલન્સ હેઠળ, બળવાની શંકા

બાંગ્લાદેશમાં રાજકીય સ્થિતિ ગંભીર બની છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ડિસેમ્બર ૨૦૨૬માં દિલ્હીથી ઢાકા પરત ફરવાના અહેવાલો વચ્ચે તારિક રહેમાન સરકારે ૩૦૦ વરિષ્ઠ અધિકારીઓને સર્વેલન્સ હેઠળ મૂક્યા છે. આ અધિકારીઓ શેખ હસીનાના શાસનકાળમાં શક્તિશાળી હતા અને તેમના પર બળવામાં સંડોવણીની શંકા છે. સરકારે તમામ ગુપ્તચર એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, જે અધિકારીઓને સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે તે યુનુસ સરકારમાં સાઇડલાઇન થયા હતા, પરંતુ સેનાની દખલગીરી બાદ ફરી સક્રિય થયા છે. સરકારને શંકા છે કે આ અધિકારીઓ હસીનાના સમર્થકો સાથે મળીને મોટું કાવતરું રચી શકે છે. પોલીસ અધિકારીઓ પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આવામી લીગે ડિસેમ્બર ૨૦૨૬માં હસીનાની વાપસી સમયે લાખો કાર્યકરોને રસ્તા પર ઉતરી શક્તિ પ્રદર્શન કરવા આહ્વાન કર્યું છે. બીજી તરફ, કાપડ યુનિયનના મજૂરો પગાર વધારાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. જો આ મજૂરો હસીનાના સમર્થકો સાથે જોડાય તો વિરોધ વધુ ઉગ્ર બની શકે છે.

તારિક રહેમાન સરકાર શેખ હસીનાની ધરપકડ કરવા માંગે છે, જ્યારે આવામી લીગ બોર્ડર મારફતે હસીનાને સુરક્ષિત રીતે બાંગ્લાદેશ પાછા લાવવાની તૈયારી કરી રહી છે. આ ઘટનાક્રમને પગલે બાંગ્લાદેશનું રાજકારણ ફરી એક વાર ગરમાયું છે.