સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠામાં વાયરલ તાવના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો

બનાસકાંઠામાં વાયરલ તાવના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મિશ્ર ઋતુના કારણે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું તબીબો જણાવી રહ્યા છે. આને કારણે જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધ્યો છે.

પાલનપુર સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ ૨૦થી ૨૫ ટકા દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે. સવારથી જ સારવાર મેળવવા આવેલા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. મોટાભાગના દર્દીઓમાં શરદી, ઉધરસ, તાવ અને શરીરમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ દર્દીઓમાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા નોંધપાત્ર છે.

તબીબોએ લોકોને તકેદારી રાખવાની અપીલ કરી છે. જો કોઈને તાવ કે શરદી જેવા લક્ષણો દેખાય તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક હોસ્પિટલમાં જઈને સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ ડોક્ટરોની સલાહનું પાલન કરવા પણ જણાવવામાં આવ્યું છે.