સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠામાં 65 CNG પંપ આજથી બંધ, IRM કંપની સાથે વાટાઘાટો નિષ્ફળ

બનાસકાંઠામાં 65 CNG પંપ આજથી બંધ, IRM કંપની સાથે વાટાઘાટો નિષ્ફળ

બનાસકાંઠા જિલ્લામાં આજથી (સોમવાર, 14 સપ્ટેમ્બર) 65 જેટલા CNG પંપ બંધ રહેશે. IRM કંપની સાથેની વાટાઘાટો નિષ્ફળ રહેતાં પંપ સંચાલકોએ આ નિર્ણય લીધો છે. પંપ સંચાલકોનું કહેવું છે કે કંપની લેખિત બાંહેધરી આપે ત્યાં સુધી પંપ બંધ રાખવામાં આવશે.

અગાઉ પણ એક દિવસ માટે પંપ બંધ રાખવામાં આવ્યા હતા. પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, તેમની માંગણીઓ અંગે કંપનીએ તટસ્થ નિર્ણય લેવાનું કહ્યું હતું, પરંતુ કોઈ ચોક્કસ સમયમર્યાદા કે લેખિત ખાતરી આપી નથી. તેથી વાટાઘાટો નિષ્ફળ ગઈ છે.

આજે બનાસકાંઠા તેમજ વાવ-થરાદ વિસ્તારના તમામ 65 CNG પંપ બંધ રહેશે. જો સંતોષકારક સમાધાન ન થાય તો પંપ સંચાલકોએ અનિશ્ચિત મુદ્ત સુધી હડતાળ ચાલુ રાખવાની ચેતવણી આપી છે.

આ પંપ બંધ રહેવાની સીધી અસર CNG વાહનચાલકો પર પડશે. તેમને ઇંધણ મળવામાં તકલીફ થશે અને મુસાફરીમાં પણ મુશ્કેલી પડી શકે છે.