સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠામાં 4 વર્ષીય વેદનું અપહરણ: રાજસ્થાનથી આવેલા પરિવાર પર આભ ફાટ્યું

બનાસકાંઠામાં 4 વર્ષીય વેદનું અપહરણ: રાજસ્થાનથી આવેલા પરિવાર પર આભ ફાટ્યું

બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા પાટિયા પાસે 6 એપ્રિલ, 2026ના રોજ 4 વર્ષીય વેદનું અજાણી વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ પરિવાર રાજસ્થાનના પાલી જિલ્લામાંથી રોજીંદી ગુજરાન માટે ગુજરાત આવ્યો હતો અને ધનપુરા પાટિયા પાસે ખુલ્લા આકાશ નીચે રહેતો હતો.

2 એપ્રિલ, 2026ના રોજ પૂજારામ, તેની બીજી પત્ની મનીષા, 7 વર્ષની દીકરી મયૂરી, 4 વર્ષના દીકરા વેદ અને સાળાના પરિવાર સાથે 224 કિલોમીટર દૂર ગુજરાતના ધનપુરા ગામે કમાવા માટે આવ્યાં હતાં. દારૂણ ગરીબીને કારણે તેમને વતનમાં રોજગારી મળતી નહોતી અને પરિવારમાં કોઈ શિક્ષિત ન હોવાથી નોકરી મળવી મુશ્કેલ હતી. તેમને આશા હતી કે ઘરે-ઘરે ફરીને જે મળે તેના પર જીવન ચલાવશે.

ધનપુરા આવ્યા બાદ પરિવારની હાલત વધુ કફોડી બની. ધોમધખતા તાપમાં રહેવા માટે કોઈ આશરો ન હોવાથી તેઓ ધનપુરા પાટિયા પાસે ખુલ્લી જગ્યામાં રહેવા મજબૂર થયા. પરિવારના સભ્યો સવારે જલોત્રા ગામ (અંદાજે અઢી કિલોમીટર દૂર) જઈને ઘરે-ઘરે ભીખ માંગીને રૂપિયા અને ખાવાનું ભેગું કરે અને બપોરે પાછા ધનપુરા પાટિયા આવે. જમ્યા બાદ થોડો આરામ કરીને સાંજે ફરી જલોત્રા જાય અને રાત્રે પાછા આવે. છેલ્લા ચારેક દિવસથી આ તેમની દિનચર્યા બની ગઈ હતી.

6 એપ્રિલ, 2026ના રોજ સવારે સાતેક વાગ્યે પૂજારામ પત્ની મનીષા, સાળા અને તેની દીકરી સાથે જલોત્રા ગામ ગયા હતા, જ્યારે બાળકો મયૂરી, મહર્ષ અને વેદ ધનપુરા પાટિયા પાસે રમતાં હતાં. બપોરે એકાદ વાગ્યે પૂજારામ અને અન્ય લોકો જલોત્રાથી પાછા ફર્યા. આજે તેમની ઝોળી ભરેલી હતી, જેમાં પકવાન અને મીઠાઈ હતી. પૂજારામને હતું કે હું જલદી પહોંચીને મારાં બાળકોને ભાવતાં ભોજનિયાં કરાવું.

પરંતુ ધનપુરા પાટિયા પહોંચતાં જ તેમણે જોયું કે મહર્ષ અને મયૂરી રડી રહ્યાં હતાં. પહેલાં તો બધાને થયું કે બાળકો છે એટલે રમતાં-રમતાં ઝઘડો થયો હશે, પણ હકીકત જુદી હતી. 4 વર્ષીય વેદ ક્યાંય દેખાતો નહોતો. બંને બાળકોએ જણાવ્યું કે રસ્તા આગળ એક અજાણી કાર ઊભી રહી. કારમાંથી એક માણસ નીચે ઊતર્યો, ત્રણેય બાળકો પર નજર ફેરવી, વેદને 10 રૂપિયાની નોટ આપીને સીધો પોતાની કારમાં બેસાડીને લઈ ગયો. મયૂરી અને મહર્ષ કંઈ સમજે તે પહેલાં કાર સડસડાટ નીકળી ગઈ.

આ સાંભળીને પૂજારામ અને તેની પત્ની પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. એ કારમાં કોણ આવ્યું હતું, વેદને ક્યાં લઈ ગયા હશે, શા માટે લઈ ગયા હશે – આવા અનેક સવાલો તેમના મનમાં ઊઠ્યા. ધનપુરા તેમના માટે અજાણ્યો વિસ્તાર હતો, તેથી પરિવાર હેબતાઈ ગયો. બધાએ દૂર-દૂર સુધી તપાસ કરી, પણ વેદનો કોઈ પત્તો ન મળ્યો. છેવટે થાકી-હારીને પૂજારામ વડગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા, કારણ કે આ વિસ્તાર વડગામ પોલીસની અંદર આવે છે.

વડગામ પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એમ. સોલંકી પોતાની ચેમ્બરમાં બેઠા હતા. તેમની ચેમ્બરના દરવાજા પર ટકોરા પડ્યા. બહાર એક પોલીસકર્મી ઊભો હતો. પીઆઇ સોલંકીએ બોલ્યા – યસ, કમ ઇન. પૂજારામે વડગામ પોલીસ સ્ટેશનમાં...