સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠામાં ભીખ માગતા પરિવારના દીકરાનું અપહરણ, પોલીસે 30 કલાકમાં બચાવ્યો

બનાસકાંઠામાં ભીખ માગતા પરિવારના દીકરાનું અપહરણ, પોલીસે 30 કલાકમાં બચાવ્યો

બનાસકાંઠા જિલ્લાના ધનપુરા ગામે ભીખ માગીને જીવન ગુજારતા એક પરિવારના દીકરાનું અપહરણ થયું હતું. પોલીસે 30 કલાક સુધી ચાલેલી તપાસ બાદ બાળકને સુરક્ષિત બચાવી લીધો અને બે આરોપીઓની ધરપકડ કરી હતી.

પૂજારામ અને તેની પત્ની જલોત્રા રાજસ્થાનથી બનાસકાંઠાના ધનપુરા ગામે આવ્યા હતા. તેઓ ઘરે ઘરે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ધનપુરા આવ્યાના ચોથા દિવસે પૂજારામ અને જલોત્રા જલોત્રા ગામે ગયા હતા. ત્યારે તેમના દીકરા વેદનું અપહરણ થયું હતું.

6 એપ્રિલે શૈલેષ લાડુભાઇ ગમાર નામનો શખ્સ પોતાની કારમાં ધનપુરાથી પસાર થતો હતો. તેની નજર વેદ અને તેના ભાઇ-બહેન પર પડી. તેણે કાર ઊભી રાખી, 10 રૂપિયાની નોટ આપી અને વેદને ઉઠાવી લીધો. થોડે દૂર જઇને તેણે વેદના કપડાં બદલી નાખ્યા અને માથાના વાળ કાપી નાખ્યા, જેથી તેની ઓળખ ન થાય.

અપહરણ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV કેમેરાનો આશરો લીધો. CCTV ફૂટેજમાં વેદને સિલ્વર કલરની કારમાં લઇ જતા જોયો. કાર મુમનવાસ, મોકેશ્વર ડેમ અને દાંતા તરફ ગઇ હોવાની માહિતી મળી. પોલીસે એ રૂટ પરના તમામ CCTV, બસ સ્ટેશન, આસપાસના નાના ગામડાં, હોટેલ્સ અને ઘાસચારાના ઠેકા પર તપાસ કરી. 50થી વધુ પોલીસકર્મીઓનો કાફલો જોડાયો.

8 એપ્રિલે પોલીસને બાતમી મળી કે દાંતાના કાંસા ગામના શૈલેષ લાડુભાઇ ગમારે બાળ તસ્કરી માટે વેદનું અપહરણ કર્યું છે અને તેને કાંસાથી 40 કિલોમીટર દૂર મેપડા ગામના એક ખેતરમાં રાખ્યો છે. આ બાતમી બાળ તસ્કરીના રેકેટ તરફ ઇશારો કરતી હતી, તેથી પોલીસ કોઇ કચાશ છોડવા માંગતી નહોતી.

પોલીસની ટીમે મેપડા ગામે જઇ ખેતરને ચારેતરફથી ઘેરી લીધું. કેટલાક જવાનો સીધા ખેતરમાં પહોંચ્યા અને વેદને હેમખેમ છોડાવી લીધો. ખેતરમાંથી શૈલેષ અને અમીરગઢ તાલુકાના ખાપરા ગામના પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઇ ભગોરાની ધરપકડ કરી. પોલીસે વેદને તેના માતા-પિતાને સોંપી દીધો.

પૂછપરછમાં ખૂલ્યું કે શૈલેષે મેપડા ગામે ચૌધરીનું ખેતર ભાગે રાખ્યું હતું. વેદનું અપહરણ કર્યા બાદ તેને ત્યાં જ લઇ જવાયો હતો. શૈલેષ અને પાબુ એકબીજાને છેલ્લા એક વર્ષથી ઓળખતા હતા. બન્ને આંતરરાજ્ય વોન્ટેડ આરોપીઓના સંપર્કમાં હતા અને છોકરીઓના લગ્ન કરાવવાનું કામ કરતા હતા. બદલામાં તેમને કમિશન મળતું હતું.

એક વખત પાબુએ શૈલેષને કહ્યું કે તેના સંપર્કમાં એક હિન્દી ભાષી માણસ છે, જે બાળક ખરીદવા માગે છે. આ સાંભળીને શૈલેષને પોતાના એક સગાં યાદ આવ્યા, જેમને એક મહિના પહેલા બાળકનો જન્મ થયો હતો. શૈલેષે તેમની સામે બાળક વેચવાનો પ્રસ્તાવ મૂક્યો અને તેઓ તૈયાર થઇ ગયા. પાબુ મારફતે 1 લાખ રૂપિયામાં બાળકનો સોદો કરીને વેચી નાખ્યું.

આમ સરળતાથી પૈસા મળી જતાં શૈલેષ અને પાબુને વધુ લાલચ જાગી. તેમણે છોકરીઓના લગ્ન કરાવવાનું કામ પડતું મૂકીને બાળ તસ્કરીના રેકેટમાં ઝંપલાવ્યું. હવે બન્ને અજાણ્યા બાળકનું અપહરણ કરીને વેચી નાખવાની ફિરાકમાં રહેતા હતા.

શૈલેષે વેદનો ફોટો પાબુને મોકલ્યો અને સોદો નક્કી કર્યો. નક્કી થયા પ્રમાણે પાબુ વેદને લેવા માટે મેપડા ગામે શૈલેષે ભાગમાં રાખેલા ખેતર પર પહોંચ્યો. જો પોલીસ ન પહોંચી હોત તો પાબુ વેદને લઇને રાજ્ય બહાર તેનું વેચાણ કરી નાખવાનો હતો.

શૈલેષ અને પાબુ સાથે 17 વર્ષનો એક કિશોર પણ આ ષડયંત્રમાં સંડોવાયેલો હતો. પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કિશોરની ધરપકડ કરીને વડગામ પોલીસને સોંપ્યો હતો.

પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે પાબુ મહારાષ્ટ્રના થાણેના આંબીવલી સ્ટેશન રોડ પર રહેતી લક્ષ્મી પવાર સાથે વોટ્સએપ મારફતે સંપર્કમાં આવ્યો હતો. લક્ષ્મી પ્રેગનન્ટ હોવાથી પાબુએ તેને સમજાવીને જે બાળક જન્મે તેને વેચી નાખવા માટે તૈયાર કરી હતી. જાન્યુઆરી-2026માં લક્ષ્મીએ દીકરાને જન્મ આપ્યો અને દવાખાનામાં કોઇને જાણ કર્યા વગર નીકળી ગઇ. તે ખાપરા ગામે પાબુના ઘરે આવી. પાબુએ લક્ષ્મીના દીકરાના ફોટો પાડીને 17 વર્ષના કિશોરને મોકલ્યા. 11 ફેબ્રુઆરીએ કિશોર પોતાની સાથે...