પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હનુમત કથા દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ અભિનેત્રી સ્વરા ભાસ્કરના જૌહર અંગેના નિવેદન પર સખત પ્રતિક્રિયા આપી હતી. તેમણે જૌહરને બહાદુરી અને ભક્તિ ગણાવીને સ્વરાની ટીકા કરી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “એક કહેવાતી સ્ત્રી છે, જેણે રાણી પદ્માવતી વિશે નિવેદન આપ્યું હતું. તે સ્ત્રીએ જૌહરને કાયરતા કહી. નાક કપાવનાર, ચંડાલન, જૌહર એ કાયરતા નથી તે બહાદુરી છે, ભક્તિ અને પોતાના પતિને સમર્પણ છે. તમે જૌહરની સંસ્કૃતિ વિશે શું જાણો છો?”
તેમણે ઉમેર્યું, “જે લોકો આસ્થાનો વિરોધ કરે છે તેઓ જૌહર ને પણ સમજી શકતા નથી. કેટલાક એવા છે જે ‘ભાઈ’ ને ‘વર’ બનાવે છે તેઓને જૌહર વિશે શું ખબર હોય ? જો મારા શબ્દો કોઈને ઠેસ પહોંચાડે છે અથવા તેમની લાગણીઓને ઠેસ પહોંચે છે, તો ભલે પહોચે, પણ હું સત્ય બોલીશ.”
નવરાત્રિ પહેલા લોકોને અપીલ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “આ વખતે બંગાળમાં, નવદુર્ગા દરમિયાન, દેવીની મૂર્તિ પાસે માંસાહારી ખોરાક વેચવો જોઈએ નહીં. વધુમાં, ‘લવ જેહાદ’ બંધ થવો જોઈએ. નવરાત્રિ દરમિયાન, મૂર્તિમાં માતાની હાજરી મેળવવાનો સંકલ્પ લો. મૂર્તિમાં માતાને જુઓ.” આ નિવેદન પશ્ચિમ બંગાળના લીલુઆ વર્કશોપ ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલી ‘હનુમત કથા’ ના બીજા દિવસે આપ્યું હતું.
સ્વરા ભાસ્કરે શું કહ્યું હતું? આઠ વર્ષ પહેલાં, સ્વરા ભાસ્કરે સંજય લીલા ભણસાલીને, દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પદ્માવત’માં ‘જૌહર’ અને ‘સતી’ પ્રથાના મહિમા કરવા અંગે એક ખુલ્લો પત્ર લખ્યો હતો. તાજેતરમાં, દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા અને તે ખુલ્લો પત્રનો ઉલ્લેખ કરતા, સ્વરા ભાસ્કરે સમજાવ્યું કે તેણીને શું દુઃખ થયું હતું. તેણીએ કહ્યું કે હજારો મહિલાઓ તેમના “સન્માન” બચાવવા માટે ‘જૌહર’ કરે છે તેનું ચિત્રણ આજે બળાત્કાર પીડિતાઓને “કાયર” તરીકે જોવામાં આવી શકે છે, કારણ કે તેઓએ જીવિત રહેવાનું પસંદ કર્યું હતું.
સ્વરા ભાસ્કરે કહ્યું, “શું તમે આપણા જેવા સમાજમાં મહિલાઓને આ સંદેશ આપવા માંગો છો કે જ્યાં મને લાગે છે કે બળાત્કારનો રોગચાળો ફેલાયેલો છે ? શું આપણે પીડિતોને કહેવા માંગીએ છીએ કે તેઓ જીવવાને લાયક નથી? જો તેઓ ખરેખર બહાદુર અને સન્માનનીય મહિલાઓ હોત, તો તેઓએ આત્મહત્યા કરી હોત? શું આપણે એવું કહેવા માંગીએ છીએ કે બળાત્કાર એ સ્ત્રીના જીવનનો અંત છે?”