અમરેલી જિલ્લાના બાબરા એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC)ની ચૂંટણી માટે સોમવારે (28 સપ્ટેમ્બર) શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. ખેડૂત વિભાગની 10 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 21 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 8 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. આ ચૂંટણીમાં કુલ 341 ખેડૂત મતદારોએ અને 38 વેપારી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો.
આ APMC ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના અસંતુષ્ટો અને કોંગ્રેસની મિશ્ર પેનલ મેદાનમાં ઉતરી હતી, જેના કારણે ચૂંટણીને રસાકસીભરી બનાવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નથી.
હવે મંગળવારે (29 સપ્ટેમ્બર) મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે.