સત્ય. સાહસ. સંકલ્પ.

ઓસ્ટ્રેલિયા-Aએ ઈન્ડિયા-Aને 69 રનથી હરાવ્યું, સિરીઝમાં 2-0ની આગેવાની

ઓસ્ટ્રેલિયા-Aએ ઈન્ડિયા-Aને 69 રનથી હરાવ્યું, સિરીઝમાં 2-0ની આગેવાની

ઓસ્ટ્રેલિયા-Aએ ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચમાં ઈન્ડિયા-Aને 69 રનથી હરાવ્યું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં 2-0ની આગેવાની મેળવી લીધી છે.

ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતાં 49.5 ઓવરમાં 275 રન બનાવ્યા. જવાબમાં ઈન્ડિયા-Aની ટીમ 45.2 ઓવરમાં 206 રનમાં સમેટાઈ ગઈ.

ભારત વતી રજત પાટીદારે 67 રનની ઇનિંગ રમી. અનુકૂલ રોયે 34 રન અણનમ બનાવ્યા, પણ બંનેની ઇનિંગ ટીમને જીત અપાવી શકી નહીં.

ઈન્ડિયા-Aના ટોપ ઓર્ડરમાં સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ચાલી શક્યા નહીં. સુદર્શન 13 રન, પડિકલ માત્ર 1 રન અને કેપ્ટન ઋતુરાજ 12 રન બનાવીને આઉટ થયા.

કુમાર કુશાગ્રએ 17 રન, નિશાંત સિંધુએ 13 રન અને વિપરાજ નિગમે 23 રનની ઇનિંગ રમી.

ઓસ્ટ્રેલિયા માટે સ્પેન્સર જોનસને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી. તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગમાં સેમ કોન્સ્ટાસે 67 રન અને જોશ ફિલિપે 58 રન બનાવ્યા. બંને વચ્ચે બીજી વિકેટ માટે 101 રનની ભાગીદારી થઈ, જેણે ઓસ્ટ્રેલિયાના મોટા સ્કોરનો પાયો નાખ્યો.