સત્ય. સાહસ. સંકલ્પ.

ATM કીપેડ પર મેટલના બટન કેમ હોય છે? તમારા PINની સુરક્ષાનું કારણ

ATM કીપેડ પર મેટલના બટન કેમ હોય છે? તમારા PINની સુરક્ષાનું કારણ

એટીએમ મશીનમાં પિન દાખલ કરવા માટેના બટન હંમેશા ધાતુ (મેટલ)ના હોય છે. આ માત્ર મજબૂતાઈ માટે નથી, પરંતુ તમારા ગુપ્ત પિન અને બેંક ખાતાને છેતરપિંડીથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ ટેકનોલોજી છે.

જો એટીએમ પર પ્લાસ્ટિક કે રબરના બટન હોય, તો છેતરપિંડી કરનારા થર્મલ કેમેરાની મદદથી તમારા પિનનો અંદાજ લગાવી શકે છે. કારણ કે માનવ આંગળીઓમાં ગરમી હોય છે, અને સ્પર્શ કરતી વખતે તે ગરમી થોડી સેકન્ડો સુધી સપાટી પર રહે છે.

થર્મલ કેમેરા ગરમીના સ્તરને રંગોમાં દર્શાવે છે. જે બટન પર વધુ ગરમી હોય તે લાલ કે પીળા રંગમાં દેખાય છે. આમ, સ્કેમર્સ જાણી શકે છે કે કયું બટન છેલ્લે દબાવવામાં આવ્યું હતું અને કયા ક્રમમાં પિન દાખલ કરવામાં આવ્યો હતો.

ધાતુ ઉષ્માનું સારું વાહક છે, તેથી તે ગરમીને પકડી રાખતી નથી. જ્યારે તમે મેટલ બટન દબાવો છો, ત્યારે ધાતુ આંગળીની ગરમીને તરત જ ફેલાવી દે છે અને બટન સામાન્ય તાપમાન પર આવી જાય છે. પરિણામે થર્મલ કેમેરો પણ એ જાણી શકતો નથી કે તમે કયા બટન દબાવ્યા હતા.

આ જ કારણથી વિશ્વભરમાં એટીએમ મશીનોમાં મેટલ કીપેડનો ઉપયોગ થાય છે. આ સાથે જ, તમારે પણ પિન દાખલ કરતી વખતે આસપાસના લોકો તરફ ધ્યાન રાખવું જોઈએ અને પિન અન્યને ન જણાવવો જોઈએ.