સત્ય. સાહસ. સંકલ્પ.

અસમમાં કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત

અસમમાં કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત

અસમના ડિગારુ નજીક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. મિઝોરમથી કોલકાતા જઈ રહેલી કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસનું એન્જિન અને છ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર અને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સ્થાનિક લોકો અને રાહત ટુકડીઓએ ઘટનાસ્થળે પહોંચીને કોચમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

રેલવે અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે અને રેલ વ્યવહાર પુનઃ શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે. ઘટનાને લઈને મુસાફરોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.