સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન પેરા ગેમ્સ 2026: બીજા દિવસે ભારતને 5 ગોલ્ડ, નિષાદ કુમારે બનાવ્યો નવો ગેમ્સ રેકોર્ડ

એશિયન પેરા ગેમ્સ 2026: બીજા દિવસે ભારતને 5 ગોલ્ડ, નિષાદ કુમારે બનાવ્યો નવો ગેમ્સ રેકોર્ડ

એશિયન પેરા ગેમ્સ 2026 ના બીજા દિવસે ભારતીય પેરા એથ્લેટ્સે ટ્રેક એન્ડ ફિલ્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મંગળવારે ભારતીય એથ્લેટિક્સ ટીમે કુલ પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સાથે બીજા દિવસના અંતે ભારત 35 મેડલ સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે, જેમાં 9 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. કુલ 35 મેડલમાંથી 20 મેડલ એથ્લેટિક્સ ટીમે જીત્યા છે.

દિવસના સૌથી ચમકતા ખેલાડી નિષાદ કુમાર રહ્યા. સોમવારે લોંગ જમ્પ T47 માં ગોલ્ડ જીત્યા બાદ, મંગળવારે હાઈ જમ્પ T47 માં 2.04 મીટરની કૂદકા સાથે નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. આ સાથે તેઓ એક જ પેરા એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારા ત્રીજા ભારતીય ખેલાડી બન્યા છે.

ભારતીય દોડવીરોએ પણ ઘણા રેકોર્ડ તોડ્યા છે. તેલંગાણાની 23 વર્ષીય ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન અને પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા દીપ્તિએ 400 મીટર T20 દોડમાં 56.36 સેકન્ડના નવા ગેમ્સ રેકોર્ડ સાથે સતત બીજી પેરા એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે. 200 મીટર T12 માં પેરાલિમ્પિક મેડલ વિજેતા સિમરને 24.80 સેકન્ડના નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જ ઇવેન્ટમાં ભારતની નવી ખેલાડી તેજલબેન ડામોરે 25.23 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ડિસ્ક થ્રોમાં વ્હીલચેર એથ્લેટ પ્રણવ સુરમા (F51/52/53 કેટેગરી) અને દેવેન્દ્ર કુમાર (F44/64 કેટેગરી) એ પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. બંનેના શાનદાર પ્રદર્શનથી ભારતના મેડલની સંખ્યામાં વધારો થયો છે.

ભારતીય ખેલાડીઓની સફળતા પર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, “અમારા ચેમ્પિયન્સ ભારત માટે મેડલ જીતીને નામ કમાઈ રહ્યા છે (અત્યાર સુધી 9 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રોન્ઝ). દરેક જીત ભારત માટે ગર્વની ક્ષણ છે અને તેમની મહેનત, રમતગમતની ભાવના અને પ્રતિભાની ઉજવણી છે. #AsianParaGames2026 #TeamIndia #Cheer4Bharat #Praise4Para”