સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ ક્રિકેટ ફાઇનલમાં વરસાદ પડ્યો તો ગોલ્ડ કોને મળશે? જાણો નિયમ

એશિયન ગેમ્સ ક્રિકેટ ફાઇનલમાં વરસાદ પડ્યો તો ગોલ્ડ કોને મળશે? જાણો નિયમ

એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું, જ્યારે બીજી સેમિફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું. હવે ફાઇનલ 22 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે કોરોગી સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમ (નિશિન) ખાતે રમાશે.

રવિવારે (20-09-2026) યોજાયેલી સેમિફાઇનલમાં શેફાલી વર્માની સદીની મદદથી ભારતે 195 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ફાઇનલ પર વરસાદનું સંકટ છે. આ જ ગ્રાઉન્ડ પર બાંગ્લાદેશ વિરુદ્ધ ચીનની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી, જેમાં એક પણ બોલ ફેંકાયો નહોતો. ફાઇનલમાં પણ વરસાદની શક્યતા છે.

સામાન્ય રીતે ICCની મોટી ટૂર્નામેન્ટમાં નોકઆઉટ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવે છે. પણ એશિયન ગેમ્સની ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

જો ફાઇનલ વરસાદના કારણે રદ થાય, તો નિયમ અનુસાર વધુ સારી રેન્કિંગ ધરાવતી ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે. ICC T20 મહિલા ટીમ રેન્કિંગમાં ભારત 12,667 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે શ્રીલંકા 10,488 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે.

એટલે જો ફાઇનલ રદ થાય તો ભારતને ગોલ્ડ મેડલ મળશે અને શ્રીલંકાને સિલ્વરથી સંતોષ માનવો પડશે. આ જ કારણસર સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ચીન કરતાં સારી રેન્કિંગના આધારે સ્થાન મળ્યું હતું.

ફાઇનલ પહેલાં 22 સપ્ટેમ્બરે જ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ત્રીજા સ્થાનની મેચ રમાશે. આ મેચની વિજેતા ટીમને બ્રોન્ઝ મેડલ મળશે, જ્યારે હારનારી ટીમ ખાલી હાથે પરત ફરશે.