સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: 19 વર્ષીય ચીની તરવૈયાએ 7 ગોલ્ડ જીતી 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો

એશિયન ગેમ્સ 2026: 19 વર્ષીય ચીની તરવૈયાએ 7 ગોલ્ડ જીતી 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો

એશિયન ગેમ્સ 2026માં ચીનના 19 વર્ષીય તરવૈયા ઝાંગ ઝાંશુઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે એક જ એશિયન ગેમ્સમાં 7 ગોલ્ડ મેડલ જીતીને 75 વર્ષનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો છે. આ પહેલાં કોઈ પણ ખેલાડીએ એક જ આવૃત્તિમાં આટલા ગોલ્ડ મેડલ જીત્યા નથી.

ટોક્યો એક્વેટિક્સ સેન્ટર ખાતે યોજાયેલી પુરુષોની 400 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતતાં જ ઝાંગે આ સિદ્ધિ હાંસલ કરી. તેણે કુલ આઠ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી સાતમાં ગોલ્ડ મેડલ મેળવ્યા.

ઝાંગે માત્ર ગોલ્ડ મેડલ જ નહીં, પણ અનેક આંતરરાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યા. પુરુષોની 200 મીટર ફ્રી સ્ટાઇલમાં તેમણે નવો એશિયન રેકોર્ડ સ્થાપ્યો. 400, 800 અને 1,500 મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ સ્થાન મેળવીને પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું.

રિલે ઇવેન્ટ્સમાં પણ તેમણે ચીની ટીમ સાથે 4x200 મીટર ફ્રીસ્ટાઇલમાં 7:00.17 સમય સાથે નવો એશિયન રેકોર્ડ બનાવ્યો, જ્યારે 4x100 મીટર ફ્રીસ્ટાઇલમાં 3:10.60 સમય સાથે બીજો રેકોર્ડ તોડ્યો.

માત્ર 19 વર્ષની ઉંમરે સ્પ્રિન્ટથી લઈને લાંબા અંતરની સ્પર્ધાઓ સુધી દરેકમાં આટલું પ્રભુત્વ એ ઉલ્લેખનીય છે. તેમના આ પ્રદર્શનથી ચીનને સ્વિમિંગ મેડલ ટેલીમાં મોટી લીડ મળી છે.