સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026નો જાપાનમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ, મનુ ભાકર અને પવન સેહરાવતે લહેરાવ્યો ત્રિરંગો

એશિયન ગેમ્સ 2026નો જાપાનમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ, મનુ ભાકર અને પવન સેહરાવતે લહેરાવ્યો ત્રિરંગો

જાપાનના આઈચી-નાગોયામાં 20મી એશિયન ગેમ્સનો શનિવાર, 19 સપ્ટેમ્બરના રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો. નાગોયા શહેરના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે લગભગ બે કલાક ચાલેલા આ રંગબેરંગી સમારોહમાં ભારત સહિત 45 એશિયન દેશો અને એક શરણાર્થી દેશની ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

સમારોહની શરૂઆત જાપાની રાષ્ટ્રગીતના ગાન સાથે થઈ. સમ્રાટ નારુહિતોએ 19 સપ્ટેમ્બર, શનિવારના રોજ ગેમ્સની શરૂઆતની ઘોષણા કરી. જાપાને વિવિધ કાર્યક્રમો દ્વારા પોતાની સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું.

સુપ્રસિદ્ધ જાપાની હેમર થ્રોઅર શિગેનોબુ મુરોફુશી અને કોજી મુરોફુશીની પિતા-પુત્ર જોડીએ એશિયન ગેમ્સની મશાલ પ્રગટાવી.

ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ સ્ટાર શૂટર મનુ ભાકર અને કબડ્ડી સ્ટાર પવન સેહરાવતે કર્યું હતું. બંનેએ ભારતના ધ્વજવાહક (Flag bearer) તરીકે ત્રિરંગો લહેરાવીને ભારતનું ગૌરવ વધાર્યું હતું.

આઈચી-નાગોયામાં યોજાયેલા આ સમારોહમાં હજારો ખેલાડીઓએ સ્ટેડિયમમાં પ્રવેશ કરીને ભાગ લીધો હતો. (તસવીર સૌજન્ય: PTI/Getty Images)