સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: નીરુ-કિનાનની જોડીએ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો, ભારતનો નવમો મેડલ

એશિયન ગેમ્સ 2026: નીરુ-કિનાનની જોડીએ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો, ભારતનો નવમો મેડલ

એશિયન ગેમ્સ 2026માં ભારતને શૂટિંગમાં સિલ્વર મેડલ મળ્યો છે. ભારતની નીરુ ઢાંડા અને કિનાન ચેનાઈની જોડીએ મિક્સ્ડ ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ભારતનો આજે ત્રીજો ગોલ્ડ મેડલ છે.

અગાઉ મહિલા કમ્પાઉન્ડ ટીમ અને મિક્સ્ડ ટીમે તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ઉપરાંત આજે બોક્સિંગમાં પ્રિયા ઘંઘાસે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

નીરુ અને કિનાનની જોડીએ ફાઇનલમાં 34 સ્કોર કર્યો. આ એશિયન રેકોર્ડ છે. અગાઉ આ રેકોર્ડ કતારના નામે હતો, જેણે આ વર્ષે જાન્યુઆરીમાં 30 સ્કોર કર્યા હતા. કતાર 32ના સ્કોર સાથે બીજા સ્થાને રહ્યું અને સિલ્વર મેડલ જીત્યું. ચીને 23ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.