જાપાનના આઈચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સ 2026ની શરૂઆત થશે. પરંતુ આ ગેમ્સમાં મહિલા ક્રિકેટ સ્પર્ધા બે દિવસ પહેલા, એટલે કે 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ મેચ 18 સપ્ટેમ્બરે જાપાન સામે રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.
ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને સીધો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે. બે સેમિફાઇનલ મેચ 20 સપ્ટેમ્બરે રમાશે. 22 સપ્ટેમ્બરે બ્રોન્ઝ મેડલ મેચ અને ગોલ્ડ મેડલ મેચ રમાશે.
ભારતે 2023માં ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ટીમ ઇન્ડિયા સતત બીજા ગોલ્ડ મેડલની નજરમાં છે.