સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ભારતીય મહિલા હોકી ટીમની બીજી જીત, ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું

એશિયન ગેમ્સ 2026: ભારતીય મહિલા હોકી ટીમની બીજી જીત, ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું

એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ઇન્ડોનેશિયા સામેની મેચમાં ભારતે 17-1ની મોટી જીત મેળવી છે. આ સ્પર્ધામાં ભારતની આ સતત બીજી જીત છે. અગાઉ ભારતે ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું હતું.

આ મેચમાં દીપિકા, રુતુજા પિસલ અને નવનીત કૌરે હેટ્રિક ફટકારી છે. ત્રણેય ખેલાડીઓએ ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા.

મેચની શરૂઆતથી જ ભારતે આક્રમક રમત દાખવી હતી. 8મી મિનિટે દીપિકાએ ગોલ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું. 11મી મિનિટે સુનેલિતા ટોપોએ ગોલ કરીને ભારતની લીડ 2-0 કરી. ત્યારબાદ 15મી અને 20મી મિનિટે રુતુજા પિસલે ગોલ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. 25મી મિનિટે સાક્ષી રાણાએ ગોલ કર્યો, જ્યારે 28મી મિનિટે દીપિકાએ તેનો બીજો ગોલ નોંધાવ્યો. 30મી મિનિટે સુનેલિતા ટોપોએ ફરી ગોલ કર્યો. ભારતની આક્રમકતા યથાવત્ રહી. 32મી મિનિટે ઇનેસે અને 34મી મિનિટે સલીમા ટેટે ગોલ કરીને લીડ વધારી. નવનીત કૌરે 35મી મિનિટે ગોલ કર્યા બાદ 56મી અને 57મી મિનિટે વધુ બે ગોલ કરીને તેની હેટ્રિક પૂરી કરી. ઇન્ડોનેશિયા તરફથી એક ગોલ થયો હતો.

આ ટુર્નામેન્ટમાં ભારતે પ્રથમ મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું હતું. હવે ટીમ ઇન્ડિયા 23 સપ્ટેમ્બરે સવારે 11:30 વાગ્યે થાઇલેન્ડ સામે રમશે. ત્યારબાદ 25 સપ્ટેમ્બરે જાપાન અને 27 સપ્ટેમ્બરે સિંગાપોર સામે મુકાબલો થશે.