સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ભારતને પહેલો ગોલ્ડ, મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રને હરાવ્યું

એશિયન ગેમ્સ 2026: ભારતને પહેલો ગોલ્ડ, મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રને હરાવ્યું

એશિયન ગેમ્સ 2026માં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવીને સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે પહેલા 213 રન બનાવ્યા અને પછી શ્રીલંકાની ટીમને 69 રનમાં ઓલઆઉટ કરી દીધી.

આ જીત બાદ ટીમની દરેક ખેલાડીને ગોલ્ડ મેડલ મળ્યો છે. 18 વર્ષીય ખેલાડી ગુનાલન કમલિનીને તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે 75 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ રાજ્યના ખેલાડીઓને સતત સમર્થન આપવાનું પણ વચન આપ્યું છે.

ફાઇનલ મેચમાં કમલિની પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતી, પરંતુ તેની બેટિંગ આવી જ નહોતી. આ એશિયન ગેમ્સમાં તેની બેટિંગ કંઈ ખાસ રહી નથી, તેણે બે ઇનિંગમાં ફક્ત 3 રન બનાવ્યા હતા. તેમ છતાં ટીમની જીતમાં યોગદાન બદલ તેને આ ખાસ ઈનામ મળ્યું છે.