એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતની ચિકિતા, પ્રીતિકા અને જ્યોતિએ ફાઈનલમાં ચીનને 238-234થી હરાવ્યું હતું. આ ભારતનો આ ગેમ્સમાં સાતમો ગોલ્ડ મેડલ છે.
ભારતીય ટીમે કમ્પાઉન્ડ તીરંદાજી ટીમ ઈવેન્ટમાં 238નો સ્કોર કરીને વિશ્વ રેકોર્ડ બરાબર કર્યો છે. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ કોરિયા પાસે હતો.
ચાર સેટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતે શરૂઆતથી જ લીડ મેળવી લીધી હતી. પહેલા સેટમાં ભારતીય ટીમે તમામ 60 શોટ ફટકાર્યા હતા, જ્યારે ચીન 58 પર રોકાયું હતું. ત્યારબાદ ભારતે અંત સુધી પોતાની લીડ જાળવી રાખી.
જ્યોતિ, ચિકિતા અને પ્રીતિકાએ તેમના 24 શોટમાંથી 22 શોટમાં 10નો સ્કોર નોંધાવ્યો હતો, જે ટીમની ચોકસાઈ દર્શાવે છે.