સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ટેબલ ટેનિસમાં ભારતીય પુરુષ ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું

એશિયન ગેમ્સ 2026: ટેબલ ટેનિસમાં ભારતીય પુરુષ ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું

એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું સારું પ્રદર્શન ચાલુ છે. પુરુષ ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતે પાકિસ્તાનને 3-0થી હરાવીને ક્લીન સ્વીપ કર્યું છે. આ પહેલાં મહિલા ટીમે પણ પાકિસ્તાનને હરાવ્યું હતું.

ગ્રુપ-Fમાં રમાયેલી આ મેચમાં કુલ પાંચ મેચ થવાની હતી, પણ ભારતે પ્રથમ ત્રણેય મેચ જીતીને બાજી પોતાના નામે કરી લીધી. પ્રથમ મેચમાં અનુભવી ખેલાડી હરમીત દેસાઈએ પાકિસ્તાનના મોહમ્મદ ખાન સામે 11-4, 11-3 અને 11-5થી જીત મેળવીને ભારતને 1-0ની સરસાઈ અપાવી.

બીજી મેચમાં જી. સાથિયાન જ્ઞાનશેખરને પાકિસ્તાનના અબ્બાસ ખાન સામે 11-1, 11-8 અને 11-9થી જીત મેળવીને ભારતની લીડ 2-0 કરી. ત્રીજી મેચમાં યુવા ખેલાડી પાયસ જૈને મોહમ્મદ ખાનને 11-4, 11-3 અને 11-5થી હરાવીને ભારતની 3-0ની જીત પક્કી કરી. ત્રણેય મેચ ભારતે 3-0થી જીતી.

મેચ બાદ પાયસ જૈન અને પાકિસ્તાની ટીમના ખેલાડીઓએ નેટ પાસે હસ્તધૂનન કર્યું હતું. અગાઉ ભારતીય મહિલા ટીમે પણ પોતાની જીત બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મેળવ્યો હતો.