સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ભારતે જીત્યા 7 મેડલ, મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ સહિત શાનદાર પ્રદર્શન

એશિયન ગેમ્સ 2026: ભારતે જીત્યા 7 મેડલ, મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ સહિત શાનદાર પ્રદર્શન

આઈચી-નાગોયામાં ચાલી રહેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ભારતે અત્યાર સુધી કુલ 7 મેડલ જીત્યા છે, જેમાં 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. મેડલ ટેલીમાં ભારત હાલમાં પાંચમા સ્થાને છે.

ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 216 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 79 રન અને રિચા ધોષ તથા શેફાલી વર્માએ 48 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

શૂટિંગમાં ભારતને ચાર સિલ્વર મેડલ મળ્યા છે. મહિલા 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ઈલાવેનિ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદે સિલ્વર જીત્યો. મહિલા 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં ઈલાવેનિ વલારિવને સિલ્વર મેડલ જીત્યો. પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં રુદ્રાક્ષ પાટિલ, પાર્થ માને અને હિમાંશુ ઢિલ્લને સિલ્વર મેડલ જીત્યો. પુરુષ 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં હિમાંશુ ઢિલ્લને સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતના નામે બે બ્રોન્ઝ મેડલ પણ છે. પુરુષ 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં રુદ્રાંક્ષ પાટિલે બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે મિક્સ માર્શલ આર્ટસ 60 કિલોગ્રામ વર્ગમાં સુચિકા તારિયાલે બ્રોન્ઝ મેડલ જીત્યો, જે એશિયન ગેમ્સમાં ભારતનો પહેલો એમએમએ મેડલ છે.

મેડલ ટેલીમાં ચીન 32 ગોલ્ડ, 13 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે 53 મેડલ સાથે ટોચ પર છે. જાપાન 11 ગોલ્ડ, 16 સિલ્વર અને 19 બ્રોન્ઝ સાથે 46 મેડલ સાથે બીજા સ્થાને છે. દક્ષિણ કોરિયા 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 17 બ્રોન્ઝ સાથે 27 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. કઝાકિસ્તાન 6 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે 12 મેડલ સાથે ચોથા સ્થાને છે.

આજે ચોથા દિવસે પણ ભારતીય ટીમ પાસેથી મેડલની આશા છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુની 18 વર્ષીય ખેલાડી જી. કમલિનીએ પણ દેશને મેડલ અપાવવામાં યોગદાન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજયે તેમના માટે 75 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.