સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ભારતના આ 10 ખેલાડીઓ પર સોનેરી આશા, જાણો કોણ છે દાવેદાર

એશિયન ગેમ્સ 2026: ભારતના આ 10 ખેલાડીઓ પર સોનેરી આશા, જાણો કોણ છે દાવેદાર

જાપાનમાં એશિયન ગેમ્સ 2026 રમાઈ રહી છે. આ ગેમ્સમાં ભારતના 496 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દરેક ખેલાડીની નજર મેડલ પર છે, પરંતુ ટીમ ઈવેન્ટ્સ ઉપરાંત વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ ભારત માટે સોનેરી આશા ધરાવતા કેટલાક ખેલાડીઓ છે.

ટીમ ગેમ્સમાં ભારત ક્રિકેટ અને કબડ્ડી જેવી સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલનો દાવેદાર છે. તેમજ વેઈટલિફ્ટિંગ, શૂટિંગ, બેડમિન્ટન, એથ્લેટિક્સ, કુસ્તી અને તીરંદાજીમાં પણ ભારતીય ખેલાડીઓ મેડલની મજબૂત દાવેદારી ધરાવે છે.

વ્યક્તિગત ઇવેન્ટ્સમાં જે ખેલાડીઓ ગોલ્ડ મેડલના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે તેમાં મીરાબાઈ ચાનુ, મનુ ભાકર, પીવી સિંધુ સહિત 10 સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક જીતનારી મીરાબાઈ ચાનુ હવે એશિયન ગેમ્સ 2026માં ચેમ્પિયન બનવાનું લક્ષ્ય ધરાવે છે. મહિલા વેઈટલિફ્ટિંગમાં તે ગોલ્ડ મેડલની સૌથી મજબૂત દાવેદાર ગણાય છે.

શૂટિંગમાં સમગ્ર દેશની નજર મનુ ભાકર પર છે. તેનું નિશાન સાચું લાગ્યું તો ગોલ્ડ મેડલ નિશ્ચિત મનાય છે. મનુ ઉપરાંત એશા સિંહ પણ મહિલા શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલની દાવેદાર છે.

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુ મહિલા સિંગલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર છે. પુરુષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન ગોલ્ડ મેડલ માટે દાવેદારી રજૂ કરશે.

એથ્લેટિક્સમાં નીરજ ચોપરાની ગેરહાજરીમાં ભારતને ગોલ્ડ મેડલ કોણ અપાવશે તે પ્રશ્ન છે. 3000 મીટર સ્ટીપલચેઝમાં અવિનાશ સાબલે દેશ માટે મોટી આશા બની શકે છે. તે આ સ્પર્ધામાં એશિયન ગેમ્સમાં સિદ્ધિ મેળવી ચૂક્યો છે.

કુસ્તીમાં અમન સેહરાવત અને સુજીત કલકલ પુરુષોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલના મુખ્ય દાવેદાર રહેશે. તીરંદાજીમાં ધીરજ બોમવેદ્રા અને જ્યોતિ સુરેખા ભારત માટે સોનેરી ચમક આપી શકે છે. ધીરજે તાજેતરમાં તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.