એશિયન ગેમ્સ 2026માં ભારતે આઠમો મેડલ જીત્યો છે. આ મેડલ મહિલા સ્કીટ શૂટિંગ ઇવેન્ટમાં મળ્યો છે, જ્યાં રઝિયા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમના સચોટ શૂટિંગના કારણે ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે.
નાગોયાના આઈચીમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં શૂટિંગમાં આ ભારતનો છઠ્ઠો મેડલ છે. આમ, ભારતના કુલ આઠ મેડલમાંથી છ મેડલ ભારતીય શૂટરોએ જીત્યા છે.