સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: મિક્સ કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતને ગોલ્ડ, 2028 ઓલિમ્પિકની ટિકિટ પણ પાક્કી

એશિયન ગેમ્સ 2026: મિક્સ કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતને ગોલ્ડ, 2028 ઓલિમ્પિકની ટિકિટ પણ પાક્કી

ભારતે 20મી એશિયન ગેમ્સ 2026માં આર્ચરીની મિક્સ કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં ભારતે સાઉથ કોરિયાને હરાવ્યું હતું. બંને ટીમો 157-157ના સ્કોર સાથે બરાબરી પર રહેતાં મેચ શૂટ-ઓફમાં ગઈ, જ્યાં ભારતે અંતિમ ક્ષણોમાં બાજી મારી લીધી.

આ ઇવેન્ટમાં ભારતીય જોડી ચિકિતા અને સાહિલ જાધવે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો. આર્ચરીમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે, અને એશિયન ગેમ્સ 2026માં ભારતનો કુલ આઠમો ગોલ્ડ છે.

આ જીત સાથે ભારતે લોસ એન્જીલ્સ 2028 ઓલિમ્પિકની ટિકિટ પણ મેળવી લીધી છે. 2028ની ઓલિમ્પિકમાં પહેલી વખત આર્ચરીની મિક્સ ટીમ ઇવેન્ટ રમાશે, અને તે માટે ક્વોલિફાય કરનારી ભારતની પહેલી જોડી ચિકિતા અને સાહિલ જાધવની બની છે.

આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. વધુ વિગતો આવતાં અમે અપડેટ કરીશું.