જાપાનના નિશિન શહેરમાં આવેલા કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે એશિયન ગેમ્સ 2026ની પુરુષ ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં આજે ભારત અને પાકિસ્તાન આમને-સામને છે. ભારતીય સમય અનુસાર સવારે 10:00 વાગ્યે શરૂ થયેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે.
જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે આજે એશિયન ગેમ્સ 2026ના પુરુષ ક્રિકેટના ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાશે. ભારતીય સમય અનુસાર સવારે 10:00 વાગ્યે શરૂ થનારી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ટાઇટલ જાળવી રાખવા, જ્યારે પાકિસ્તાન પ્રથમ ગોલ્ડ જીતવા મેદાનમાં ઉતરશે.
એશિયન ગેમ્સ 2026ની પુરુષ ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ રહી છે. ભારતીય સમય અનુસાર સવારે 10:00 વાગ્યે શરૂ થયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત પોતાનું ટાઇટલ જાળવી રાખવા મેદાનમાં ઉતર્યું છે, જ્યારે પાકિસ્તાનની નજર પુરુષ ક્રિકેટમાં પોતાનો પ્રથમ એશિયન ગેમ્સ ગોલ્ડ જીતવા પર છે. નોંધનીય છે કે શ્રીલંકાએ બાંગ્લાદેશને 63 રને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે.
બંને દેશોની ફાઇનલ ટીમો:
પાકિસ્તાન (પ્લેઇંગ XI): સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), માઝ સદાકત, ઉસ્માન ખાન (વિકેટકીપર), સાઇમ અયૂબ, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અહમદ દાનિયાલ, સાદ મસૂદ, અબરાર અહમદ, સુફિયાન મુકીમ.
ભારત (પ્લેઇંગ XI): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઇશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ.
લાઇવ અપડેટ્સ:
3 ઓક્ટોબર 2026 | સવારે 5:15 – અભિષેક શર્મા આઉટ: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. અભિષેક શર્મા 61 રન કરીને આઉટ થઈ ગયો છે. તેણે 7 છગ્ગા ફટકાર્યા હતા. હવે શ્રેયસ અય્યર અને ઇશાન કિશન મેદાને છે.
સવારે 5:07 – 6 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 81/2 છે. અભિષેક શર્માની તોફાની બેટિંગ ચાલુ હતી, તેણે 20 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી અને 6 છગ્ગા ફટકાર્યા હતા. હાલમાં અભિષેક અને કેપ્ટન અય્યર ક્રિકેટ મેદાને છે.
સવારે 4:57 – ભારતને બીજો ઝટકો, સંજુ સેમસન આઉટ: અહમદ દાનિયાલની બોલિંગમાં શોર્ટ ફટકારવા જતાં સંજુ સેમસન કેચ આઉટ થયો હતો. તે ફક્ત બે રન જ કરી શક્યો હતો. હાલમાં અભિષેક શર્મા ઝડપથી બેટિંગ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 4.4 ઓવરના અંતે 61 રને 2 વિકેટ પર પહોંચ્યો છે.
સવારે 4:48 – અભિષેક શર્માએ બાજી સંભાળી, પાકિસ્તાની બોલરોની ધોલાઈ: ત્રીજી ઓવરના અંતે ભારતે પ્રથમ વિકેટ ગુમાવી. તેના બાદ અભિષેક શર્માએ બાજી સંભાળી લીધી અને એક જ ઓવરમાં 15 રન ફટકાર્યા. જેમાં અભિષેકે 6, 4, 4 રન ફટકાર્યા હતા.
સવારે 4:44 – ભારતને પ્રથમ ઝટકો, વૈભવ સૂર્યવંશી આઉટ: સાઇમ અય્યુબની બીજી ઓવરમાં જ વૈભવ સૂર્યવંશી આઉટ થઈ ગયો હતો. તેનો કેચ ઉસ્માન ખાને પકડ્યો હતો. 9 બોલમાં 15 રન કરીને વૈભવની ઈનિંગનો અંત આવ્યો હતો. હવે અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડી મેદાને આવી ગઈ છે.
સવારે 4:41 – બે ઓવરમાં 28 રન... અભિષેક પણ મૂડમાં: બે ઓવરના અંતે ભારતનો સ્કોર 28/0, વૈભવ સૂર્યવંશી બાદ અભિષેક શર્માએ પણ છગ્ગો ફટકાર્યો.
સવારે 4:38 – વૈભવની ધમાકેદાર બેટિંગ: પાકિસ્તાન સામે વૈભવની ધમાકેદાર બેટિંગ શરૂ, બીજી ઓવરમાં બેક ટુ બેક બે છગ્ગા ફટકાર્યા, સામે છેડે અભિષેક શર્મા મેદાને.
સવારે 4:36 – વૈભવ-અભિષેકની જોડી મેદાને: વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ઓપનિંગમાં ઉતરીને કમાન સંભાળી લીધી છે. એક ઓવરમાં ચાર રન થયા હતા. જેમાં વૈભવે 2 અને અભિષેક શર્માએ એક રન કર્યો હતો. જ્યારે એક વધારાનો રન આવ્યો હતો.
સવારે 4:24 – ટોસમાં કોણે બાજી મારી?: ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ મેચ માટે ટોસની ઘડીઓ ગણાઈ રહી હતી. ત્યારે ટોસમાં ભારતે બાજી મારી પ્રથમ બેટિંગ પસંદ કરી છે.
સવારે 4:24 – સેમિફાઇનલમાં બંને ટીમોનો ધમાકો: ભારતનો રોડ ટુ ફાઇનલ: ભારતે સેમિફાઇનલમાં શ્રીલંકાને 124 રને હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.