સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: અનાહત સિંહને મહિલા સ્ક્વોશમાં સિલ્વર, ભારતને 32મો મેડલ

એશિયન ગેમ્સ 2026: અનાહત સિંહને મહિલા સ્ક્વોશમાં સિલ્વર, ભારતને 32મો મેડલ

જાપાનમાં ચાલી રહેલી 2026 એશિયન ગેમ્સમાં ભારતને સ્ક્વોશમાં સફળતા મળી છે. 18 વર્ષીય અનાહત સિંહે મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલમાં તે મલેશિયાની શિવસાંગરી સુબ્રમણ્યમ સામે 4-11, 4-11, 7-11થી હારી ગઈ હતી.

આ ગેમ્સમાં ભારતનો આ 32મો મેડલ છે. અત્યાર સુધી ભારતે ચાર ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

સ્ક્વોશમાં આ સિવાય અભય સિંહે પણ પુરુષોની સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે, જ્યારે જોશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમારે મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

ભારત માટે અન્ય મેડલ વિજેતાઓમાં શૂટિંગમાં ઇલાવેનિલ વાલારિવન (મહિલા 10 મીટર એર રાઇફલમાં સિલ્વર), રુદ્રાક્ષ પાટિલ, હિમાંશુ ધિલ્લોન અને પાર્થ રાકેશ માને (પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમમાં સિલ્વર), તેમજ મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે.