સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં રેલવે મંત્રીએ બુલેટ ટ્રેન અંગે જાહેરાત કરી: સુરત-વાપી સેક્શન ડિસેમ્બર સુધીમાં તૈયાર

વડોદરામાં રેલવે મંત્રીએ બુલેટ ટ્રેન અંગે જાહેરાત કરી: સુરત-વાપી સેક્શન ડિસેમ્બર સુધીમાં તૈયાર

વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 'નમો 4 વિકસિત ભારત' કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બુલેટ ટ્રેનનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે.

રેલવે મંત્રીએ કહ્યું કે સુરત અને વાપી વચ્ચેનો સેક્શન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ ત્રણ મહિના સુધી ટ્રેક પર સુરક્ષા અને ગતિના પરીક્ષણો યોજાશે. આ પરીક્ષણો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુલેટ ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે.

વડોદરાવાસીઓને સંબોધતા વૈષ્ણવે ખાતરી આપી કે બુલેટ ટ્રેન શરૂ થયા બાદ વડોદરાથી મુંબઈ માત્ર દોઢ કલાકમાં પહોંચી શકાશે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ ધપાવશે અને દેશની યુવા પેઢી માટે સીમાચિહ્નરૂપ બનશે.