દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ અસારવા અને પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન બંને દિશામાં કુલ 12 ફેરા કરશે.
ટ્રેન નંબર 04166 અસારવાથી 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દર ગુરુવારે સવારે 8:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10:35 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04165 પ્રયાગરાજથી 21 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી દર બુધવારે સવારે 5 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:45 વાગ્યે અસારવા પહોંચશે.
આ ટ્રેનને બંને દિશામાં હિંમતનગર, લુસાડિયા, ડુંગરપુર, સેમારી, ઝાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપનગર, માવલી જંક્શન, ચિત્તોડગઢ (ચંદેરિયા), માંડલગઢ, બુંદી, કેશોરાયપાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સીકરી, ઈદગાહ આગ્રા, ટૂંડલા, ફિરોઝાબાદ, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ફતેહપુર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે.
આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે. ટ્રેન નંબર 04166 માટેનું બુકિંગ 19 ઓક્ટોબરથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.