ઉત્તર પશ્ચિમ રેલવેએ ટેકનિકલ કારણોસર અસારવા-હિંમતનગર-ઉદયપુર રૂટની 8 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર કર્યો છે. આ ફેરફાર 3 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે. કેટલીક ટ્રેનો 10થી 30 મિનિટ વહેલી પહોંચશે, જ્યારે કેટલીક 12થી 28 મિનિટ મોડી ચાલશે.
ટ્રેન નં. 19821, અસારવા–કોટા એક્સપ્રેસ (03.10.2026થી): આ ટ્રેન અસારવાથી 10 મિનિટ વહેલી ઉપડશે અને આગળના મોટાભાગના સ્ટેશનો પર 15થી 22 મિનિટ વહેલી પહોંચશે. અસારવાથી સવારે 08:45 વાગ્યે (પહેલાં 08:55), હિંમતનગર સવારે 10:23 વાગ્યે (22 મિનિટ વહેલી) અને ઉદયપુર સિટી બપોરે 15:05 વાગ્યે (15 મિનિટ વહેલી) પહોંચશે.
ટ્રેન નં. 20988, અસારવા–ઉદયપુર સિટી સુપરફાસ્ટ (04.10.2026થી): આ ટ્રેન અસારવાથી 10 મિનિટ વહેલી ઊપડશે અને સમગ્ર માર્ગ પર 10થી 23 મિનિટ વહેલી પહોંચશે. અસારવાથી સવારે 06:40 વાગ્યે (પહેલાં 06:50), હિંમતનગર સવારે 08:18 વાગ્યે (7 મિનિટ વહેલી), ડુંગરપુર સવારે 09:31 વાગ્યે (19 મિનિટ વહેલી) અને ઉદયપુર સિટી બપોરે 12:10 વાગ્યે (10 મિનિટ વહેલી) પહોંચશે.
ટ્રેન નં. 20987, ઉદયપુર સિટી–અસારવા સુપરફાસ્ટ (03.10.2026થી): આ ટ્રેન ઉદયપુરથી 15 મિનિટ મોડી ઉપડશે અને અસારવા સુધીના રૂટ પર 12થી 18 મિનિટ મોડી ચાલશે. ઉદયપુર સિટીથી સાંજે 16:20 વાગ્યે (પહેલાં 16:05), ડુંગરપુર સાંજે 18:24 વાગ્યે (12 મિનિટ મોડી), હિંમતનગર રાત્રે 20:00 વાગ્યે (15 મિનિટ મોડી) અને અસારવા રાત્રે 21:45 વાગ્યે (15 મિનિટ મોડી) પહોંચશે.
ટ્રેન નં. 19316, અસારવા–ઈન્દોર એક્સપ્રેસ (03.10.2026થી): શામળાજી રોડથી રખબદેવ રોડ વચ્ચે આ ટ્રેન 16થી 30 મિનિટ વહેલી પહોંચશે. શામળાજી રોડ સાંજે 16:14 વાગ્યે (16 મિનિટ વહેલી) અને ડુંગરપુર સાંજે 17:00 વાગ્યે (30 મિનિટ વહેલી) પહોંચશે.
ટ્રેન નં. 19315, ઈન્દોર–અસારવા એક્સપ્રેસ (03.10.2026થી): હિંમતનગરથી નરોડા વચ્ચે આ ટ્રેન 24થી 30 મિનિટ મોડી પહોંચશે, પરંતુ છેલ્લે અસારવા પહોંચવાનો સમય યથાવત્ રહેશે. હિંમતનગર સવારે 08:45 વાગ્યે (25 મિનિટ મોડી), નાંદોલ દહેગામ સવારે 09:43 વાગ્યે (24 મિનિટ મોડી) અને અસારવા સવારે 10:40 વાગ્યે (યથાવત સમય પર) પહોંચશે.
ટ્રેન નં. 69244, ચિત્તોડગઢ–અસારવા મેમૂ (04.10.2026થી): માવલી, ઉદયપુર અને જાવર તરફ આ ટ્રેન 10થી 30 મિનિટ વહેલી ચાલશે. માવલી સવારે 09:55 વાગ્યે (10 મિનિટ વહેલી), ઉદયપુર સિટી સવારે 11:00 વાગ્યે (30 મિનિટ વહેલી) અને જાવર સવારે 11:55 વાગ્યે (30 મિનિટ વહેલી) પહોંચશે.
ટ્રેન નં. 69243, અસારવા–ચિત્તોડગઢ મેમૂ (03.10.2026થી): જાવરથી ઉમરા વચ્ચે આ ટ્રેન 20થી 32 મિનિટ મોડી ચાલશે. જાવર બપોરે 15:58 વાગ્યે (28 મિનિટ મોડી), ઉમરા સાંજે 16:33 વાગ્યે (27 મિનિટ મોડી) અને ઉદયપુર સિટી સાંજે 17:05 વાગ્યે (20 મિનિટ મોડું, પ્રસ્થાન યથાવત્) પહોંચશે.
અન્ય ટ્રેનોના ફેરફાર: ટ્રેન નં. 20178 (આગ્રા કેન્ટ–અસારવા સુપરફાસ્ટ) હિંમતનગર ખાતે 15 મિનિટ વહેલી (નવો સમય 09:20 વાગ્યે) આવશે. અસારવા પહોંચવાનો સમય 11:00 વાગ્યે યથાવત્ રહેશે. ટ્રેન નં. 20177 (અસારવા–આગ્રા કેન્ટ સુપરફાસ્ટ) ડુંગરપુર ખાતે 11 મિનિટ મોડી (નવો સમય 17:36 વાગ્યે) પહોંચશે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ નવા સમયપત્રક મુજબ પ્રવાસનું આયોજન કરે અને સ્ટેશન પર સમયસર પહોંચે.