ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે અંડર-19 એશિયા કપ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેની મેચમાં તેણે 168 બોલમાં 17 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 160 રન ફટકાર્યા હતા, જેનાથી ભારતીય ટીમ વિશાળ સ્કોર સુધી પહોંચી હતી.
આ ઇનિંગ્સ સાથે આર્યવીર U-19 એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં 8મા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ભારતના વૈભવ સૂર્યવંશી 171 રન સાથે 6ઠ્ઠા સ્થાને છે.
શરૂઆતમાં આર્યવીરે સંઘર્ષ કર્યો હતો. પ્રથમ 13 બોલ સુધી તે ખાતું ખોલી શક્યો નહોતો અને 14મા બોલે પોતાનો પહેલો રન બનાવ્યો હતો. અડધી સદી પૂરી કર્યા બાદ તેણે આક્રમક બેટિંગ અખત્યાર કરી અને 131 બોલમાં સદી ફટકારી. તેણે 168 બોલમાં 160 રન બનાવ્યા, જેમાં 17 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. તેનો સ્ટ્રાઇક રેટ 95.24 રહ્યો હતો.
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી આર્યવીરનું પ્રદર્શન આ પ્રમાણે રહ્યું છે: નેપાળ સામે અણનમ 70 રન (52 બોલ), પાકિસ્તાન સામે 22 રન (40 બોલ) અને UAE સામે 160 રન (167 બોલ).