સત્ય. સાહસ. સંકલ્પ.

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં બે અઠવાડિયામાં 33.22 અબજ ડોલરનો ઘટાડો

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં બે અઠવાડિયામાં 33.22 અબજ ડોલરનો ઘટાડો

મુંબઈ: ભારતના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ)માં છેલ્લા બે અઠવાડિયામાં કુલ 33.22 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જાહેર કરેલા આંકડા મુજબ, 25 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં એકલા 18.34 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ પહેલા 18 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં 14.88 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

25 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે દેશનું વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 747.56 અબજ ડોલર થયું છે. આ પહેલા 18 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં આ ભંડાર 765.90 અબજ ડોલર હતું.

ફોરેક્સ રિઝર્વના આંકડામાં સૌથી મોટો હિસ્સો ફોરેન કરન્સી એસેટ્સ (FCA)નો હોય છે. જેમાં ડોલર, યુરો, પાઉન્ડ અને યેન જેવી વિદેશી કરન્સીની એસેટ્સનો સમાવેશ થાય છે. 25 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં FCA 15.57 અબજ ડોલર ઘટીને 615.41 અબજ ડોલર થઈ હતી.

દેશના ગોલ્ડ રિઝર્વમાં પણ 2.59 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 108.70 અબજ ડોલર થયું છે. આ ઉપરાંત, SDR હોલ્ડિંગમાં 97 મિલિયન ડોલર અને IMFમાં રિઝર્વ પોઝિશનમાં 86 મિલિયન ડોલરનો ઘટાડો થયો હતો.