ભારતીય ક્રિકેટના યુવા ખેલાડી 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ટાઇમ મેગેઝિનની 'TIME100 Next 2026' યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ યાદીમાં વિશ્વભરના ભવિષ્યના ઉભરતા તારલાઓને સ્થાન આપવામાં આવે છે. વૈભવ આ યાદીમાં સામેલ થનાર વિશ્વનો સૌથી ઓછી ઉંમરનો ખેલાડી છે.
ટાઇમ મેગેઝિને વૈભવને 'ફિનોમ' (Phenom) શ્રેણીમાં મૂક્યો છે. આ યાદીમાં તેના સિવાય અન્ય છ રમતગમતની હસ્તીઓને પણ સામેલ કરવામાં આવી છે.
વૈભવની કારકિર્દીની શરૂઆત 2024ની IPL હરાજીમાં થઈ હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સે તેને માત્ર 13 વર્ષની ઉંમરે ટીમમાં સામેલ કર્યો હતો. તે IPL ટીમમાં જોડાનારો સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
બીજા વર્ષે તેને IPLમાં પદાર્પણ કર્યું અને પુરુષોની T20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો. વૈભવ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી ઓછી ઉંમરનો ખેલાડી પણ છે. આ સિદ્ધિ સાથે તેમણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. વૈભવ એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટીમનો સૌથી યુવા ખેલાડી પણ છે.