સત્ય. સાહસ. સંકલ્પ.

Breaking News: WPL 2027 માટે રીટેન્શનની જાહેરાત, કોને રિટેન કરવામાં આવ્યા છે અને કોણ રિલીઝ થયું?

Breaking News: WPL 2027 માટે રીટેન્શનની જાહેરાત, કોને રિટેન કરવામાં આવ્યા છે અને કોણ રિલીઝ થયું?
28 ઓક્ટોબરના રોજ 2027 સીઝન માટે મહિલા પ્રીમિયર લીગની હરાજી યોજાશે. આ હરાજીના એક મહિના પહેલા પાંચેય WPL ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિસ્ફોટક ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્રેસ હેરિસને રિલીઝ કરીને બધાને ચોંકવી દીધા છે. BCCIએ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે બધી ફ્રેન્ચાઇઝીઓએ 28 સપ્ટેમ્બર સુધીમાં તેમના રિટેન્શન ખેલાડીઓની જાહેરાત કરવી પડશે. આ પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે, અને બધી ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન્શન ખેલાડીઓની લિસ્ટ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં કેટલાક ચોંકાવનારા નામો સામેલ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા યુવા ભારતીય સ્ટાર જી કમાલિનીને રિલીઝ કરવાનો નિર્ણય સૌથી ચોંકાવનારો છે. ગ્રેસ હેરિસને પણ બહાર કરવામાં આવી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સે અનુભવી સ્પિનર ​​સ્નેહ રાણાને રિલીઝ કરી છે. રિલીઝ: અલાના કિંગ, લિઝેલ લી, સ્નેહ રાણા, તાનિયા ભાટિયા, પ્રગતિ સિંહ, એડલા સૃજના. રિટેન: નેબેલ સધરલેન્ડ, શેનેલ હેનરી, લૌરા વોલ્વાર્ડ, લ્યુસી હેમિલ્ટન, મેરિઝાન કેપ, દિયા યાદવ, જેમિમાહ રોડ્રિગ્ઝ, મમતા માડીવાલા, મિન્નુ મણિ, એન શ્રી ચારણી, નંદિની શર્મા, નિક્કી પ્રસાદ, શેફાલી વર્મા. સ્લોટ: 5 (એક વિદેશી) રિલીઝ: ડેનિયલ વ્યાટ-હોજ, આયુષી સોની, તિતાસ સાધુ, શિવાની સિંહ. રિટેન: શેલી ગાર્ડનર, બેથ મૂની, જ્યોર્જિયા વેરહેમ, કિમ ગાર્થ, સોફી ડિવાઇન, અનુષ્કા શર્મા, ભારતી ફૂલમાલી, હેપ્પી કુમારી, જીંતિમણી કલિતા, કનિકા આહુજા, કાશવી ગૌતમ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ, તનુજા કંવર, યાસ્તિકા ભાટિયા. સ્લોટ: 3 (1 વિદેશી) The retention lists are OUT A look at the retained players of all 5️⃣ teams ahead of the #TATAWPL 2027 Auction pic.twitter.com/r7xggUgDat — Women’s Premier League (WPL) (@wplt20) September 28, 2026