LICની સ્કીમમાં જીવશો ત્યાં સુધી દર મહિને 25,000 રૂપિયા મળશે:માત્ર એક વખતનું રોકાણ પછી જીવનભર કમાણી, સાથે લોનની સુવિધા પણ મળશે0:56Play video
Gujarati NewsBusinessLIC Smart Pension Plan; Invest Once Get Monthly Income | 2026 UpdateLICની સ્કીમમાં જીવશો ત્યાં સુધી દર મહિને 25,000 રૂપિયા મળશે:માત્ર એક વખતનું રોકાણ પછી જીવનભર કમાણી, સાથે લોનની સુવિધા પણ મળશે3 કલાક પેહલાકૉપી લિંકદેશની સૌથી મોટી વીમા કંપની LIC દરેક લોકો માટે અલગ-અલગ પ્રકારની પોલિસી ઓફર કરે છે. તેમાં નિવૃત્તિ પછી નિયમિત આવકની ગેરંટી આપતી યોજનાઓ વધુ લોકપ્રિય છે, જેમાં રોકાણ કરવાથી જીવનભર માટે માસિક આવક નિશ્ચિત થઈ શકે છે અને વૃદ્ધાવસ્થા આનંદથી પસાર થઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં માત્ર એક જ વાર રોકાણ કરવું પડે છે. આવી જ એક યોજના છે LIC સ્માર્ટ પેન્શન પ્લાન (LIC Smart Pension Plan), જેમાં એકસાથે રોકાણ કરીને 25,000 રૂપિયાનું માસિક પેન્શન સુનિશ્ચિત કરી શકાય છે.જીવનભર નિયમિત આવક મળતી રહેશેઆજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી કંઈક ને કંઈક બચત કરે છે અને તે બચતને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે, જ્યાં તેને સારું વળતર મળી શકે. જ્યારે કેટલાક લોકો નિવૃત્તિ પછીનું જીવન પૈસાની ચિંતા વિના ચલાવવા માટે પોતાના રોકાણનું આયોજન કરે છે. આવા લોકો માટે LICનો સ્માર્ટ પેન્શન પ્લાન શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે, કારણ કે તે જીવનભર પેન્શનની ગેરંટી આપે છે. જો પોલિસીધારકનું મૃત્યુ થાય છે, તો રકમ નોમિનીને આપી દેવામાં આવે છે.18 વર્ષની ઉંમરથી રોકાણ કરી શકાય છેLIC સ્માર્ટ પેન્શન પ્લાન સિંગલ પ્રીમિયમવાળી સ્કીમ છે, એટલે કે તમારે માસિક, ત્રિમાસિક, છમાસિક અથવા વાર્ષિક પ્રીમિયમ ભરવાની જરૂર નથી અને માત્ર એક જ વાર પૈસા રોકાણ કરવાના રહે છે. આ યોજનામાં સિંગલ અથવા સંયુક્ત પેન્શનનો લાભ મેળવી શકાય છે. જીવનભર પેન્શનની ગેરંટી આપતી આ યોજનામાં 18 વર્ષથી લઈને 100 વર્ષની ઉંમર સુધી રોકાણ કરી શકાય છે. તેના દ્વારા નિવૃત્તિ પછીનું જીવન તણાવમુક્ત રીતે પસાર કરી શકાય છે.રોકાણના સમયે જ પેન્શન નક્કી થઈ જાય છેનિવૃત્તિ પછી નિયમિત આવક મેળવવા માટે યોજના શોધી રહેલા લોકો માટે LIC Smart Pension Plan શ્રેષ્ઠ વિકલ્પ છે. LICનો આ યોજના શરૂ કરવાનો હેતુ પણ એવો જ હતો કે એકવાર રોકાણ કર્યા બાદ પોલિસીધારકના જીવનભરના પેન્શનની વ્યવસ્થા થઈ જાય અને તેનું જીવન નાણાકીય ચિંતા વિના પસાર થાય. LIC સ્માર્ટ પેન્શન યોજનામાં રોકાણના સમયે નક્કી કરેલી પેન્શનની રકમ તેને જીવનભર મળતી રહે છે. તેમાં તમે આંશિક અથવા સંપૂર્ણ ઉપાડનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.વધુ રોકાણથી મળશે વધુ પેન્શનસ્માર્ટ પેન્શન યોજના હેઠળ પતિ-પત્ની મળીને જોઇન્ટ અકાઉન્ટ ખોલી શકે છે અને પેન્શનનો લાભ મેળવી શકે છે. રોકાણની મર્યાદાની વાત કરીએ તો તેમાં ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરી શકાય છે અને મહત્તમ પૈસા રોકવાની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે જેટલું મોટું રોકાણ, તેટલું વધારે પેન્શન મળશે.બજારનું જોખમ નહીં, લોન બેનેફિટ પણ મળશેLIC સ્માર્ટ પેન્શન પ્લાન એક ઇમિડીયેટ એન્યુઇટી પ્લાન છે. આ યોજના શેરબજાર સાથે લિંક થયેલી નથી, તેથી બજારના ઉતાર-ચઢાવની પેન્શન પર કોઈ અસર પડતી નથી. આ એલઆઈસી પ્લાન લોનની સુવિધા પણ આપે છે, પોલિસીની શરૂઆતના 3 મહિના બાદ લોન લઈ શકાય છે. આ ઉપરાંત, આ સ્કીમમાં પેન્શનને વાર્ષિક 3%-6% સુધી વધારવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. તેમાં પોલિસીધારકનું મૃત્યુ થઈ જાય ત્યારે રોકાણની મૂળ રકમ નોમિનીને આપી દેવામાં આવે છે.25000 રૂપિયાનું પેન્શન મેળવવાનું ગણિતઆ પ્લાનમાં તમે કેવી રીતે દર મહિને 25,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો, તેનું કેલ્ક્યુલેશન ખૂબ જ સરળ છે. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ 60 વર્ષની ઉંમરે નિવૃત્ત વ્યક્તિ આ પોલિસીમાં રોકાણ કરે છે, તો તેને 32 લાખ રૂપિયાનું રોકાણ કરીને સિંગલ લાઇફ એન્યુઇટી ખરીદવી પડે છે. તેના કારણે રોકાણના સમયે જ તેનું વાર્ષિક પેન્શન 3,01,056 રૂપિયા નક્કી કરી દેવામાં આવશે અને તેને માસિક ધોરણે જોઈએ તો દર મહિને 25,088 રૂપિયાનું પેન્શન બને છે. આ નક્કી કરેલું પેન્શન તેને જીવનભર મળતું રહેશે. રોકાણ વધારીને વધુ પેન્શન મેળવી શકો છો.પ્લાન કેવી રીતે ખરીદવો?આ પેન્શન યોજના હેઠળ કોઈપણ નાગરિક લાભ મેળવી શકે છે. આ લાઇફટાઇમ પેન્શનની ગેરંટી આપતી પોલિસી LICની વેબસાઇટ પરથી ઓનલાઇન ખરીદી શકાય છે અથવા તો ઓફલાઇન એલઆઈસી એજન્ટ, POSP-Life Insurance અને કોમન સર્વિસ સેન્ટર પરથી મેળવી શકાય છે.---------------------------આ સમાચાર પણ વાંચો:PM સુરક્ષા વીમા યોજનામાં ₹20માં ₹2 લાખનો વીમો:18થી 70 વર્ષની વ્યક્તિ લઈ શકે છે લાભ, જાણો તેની જરૂરી વાતોપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં વાર્ષિક 20 રૂપિયા એટલે કે મહિને 2 રૂપિયાથી પણ ઓછા ખર્ચે 2 લાખ રૂપિયા સુધીનો લાઇફ ઇન્શ્યોરન્સ મળે છે. આ વીમા યોજનામાં લાભાર્થીનું અકસ્માતમાં મૃત્યુ થવા પર નોમિની અથવા પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. તેમાં વીમો ખરીદવા માટે કોઈ મેડિકલ તપાસની જરૂર હોતી નથી.વાંચો સંપૂર્ણ સમાચાર....દિવ્ય ભાસ્કરને Google પર મનપસંદ સોર્સ બનાવો