સત્ય. સાહસ. સંકલ્પ.

રોજિંદા વપરાશ માટે TVS Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર, 86 કિમી રેન્જ અને ભાડા મોડલમાં ₹49,999 થી શરૂ

રોજિંદા વપરાશ માટે TVS Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર, 86 કિમી રેન્જ અને ભાડા મોડલમાં ₹49,999 થી શરૂ

રોજિંદા આવજા માટે ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારતા ઘણા લોકોને બે વાતની ચિંતા હોય છે — એક તો સ્કૂટર વધારે મોંઘું ન પડે, અને બીજું, વચ્ચે રસ્તામાં બેટરી ખતમ થાય તો મુશ્કેલીમાં ન મૂકાવું પડે. આ બંને વાત ધ્યાનમાં રાખીને TVS કંપનીએ લોન્ચ કરેલું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર ચર્ચામાં છે.

મોટર અને પર્ફોર્મન્સ

આ સ્કૂટરમાં BLDC હબ મોટર આપવામાં આવી છે, જેનો પીક પાવર 1.8 kW અને પીક ટોર્ક 30 Nm છે. તેની ટોપ સ્પીડ 68 કિમી પ્રતિ કલાક છે અને 0 થી 60 ની ઝડપ મેળવવામાં તે માત્ર 6.8 સેકન્ડ લે છે. સ્કૂટરમાં બે રાઇડિંગ મોડ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. એક વાર ફુલ ચાર્જ કરવા પર તે 86 કિમી સુધી ચાલે છે.

ડિજિટલ ડિસ્પ્લે અને કનેક્ટિવિટી

સ્કૂટરમાં ડિજિટલ LCD ક્લસ્ટર ડિસ્પ્લે છે. TVS કનેક્ટ એપ્લિકેશન અને બ્લૂટૂથ દ્વારા તે તમારા મોબાઈલ સાથે જોડાય છે. તેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અલર્ટ, SMS અલર્ટ, વાહનની હેલ્થ અંગેની સૂચના, લાઇવ લોકેશન અને જીઓ-ફેન્સિંગ જેવી સુવિધાઓ મળે છે. સ્કૂટર OTA (ઓવર-ધ-એર) અપડેટ પણ સપોર્ટ કરે છે.

અન્ય સુવિધાઓમાં USB ચાર્જિંગ પોર્ટ, બાકી કેટલું અંતર કાપી શકાશે તે દર્શાવતું ઇન્ડિકેટર, લો બેટરી ઇન્ડિકેટર, કી શટર લોક અને કૈરી હૂકનો સમાવેશ થાય છે.

ચેસિસ, સસ્પેન્શન અને બ્રેક

સ્કૂટરમાં હળવી અને શહેરમાં ચપળતાથી ચાલી શકે એવી ચેસિસ આપવામાં આવી છે. આગળના ભાગમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળના ભાગમાં ડ્યુઅલ શોક એબ્ઝોર્બર છે. આગળ અને પાછળ બંને બાજુ ડ્રમ બ્રેક સાથે કંબાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. વ્હીલ્સ એલોયના છે. ટાયરનું કદ આગળ 90/80-14 અને પાછળ 90/90-12 ઇંચ છે.

ભાવ કેટલો?

Orbiter V1માં 1.8 kWhની બેટરી આપવામાં આવી છે, પરંતુ તેમાં બેટરી ખરીદવાને બદલે ભાડે (BaaS — બેટરી એઝ અ સર્વિસ) લેવાની વ્યવસ્થા છે, જેનું ભાડું અલગથી ભરવું પડે છે. આ પ્રોગ્રામ હેઠળ સ્કૂટરની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹49,999 છે. બીજી તરફ, સ્ટાન્ડર્ડ વર્ઝનમાં બેટરી સાથે કિંમત ₹84,500 થી ₹100,650 એક્સ-શોરૂમ સુધીની છે.

નોંધ: ઉપરોક્ત કિંમતો એક્સ-શોરૂમ છે અને રાજ્ય તથા ડીલર પ્રમાણે તેમાં ફેરફાર થઈ શકે છે. BaaS હેઠળ બેટરીનું માસિક ભાડું કેટલું રહેશે અને ગ્રાહકને શું શરતો લાગુ પડશે તે અંગે ડીલરશિપ પરથી ખાતરી કરી લેવી જોઈએ.