સત્ય. સાહસ. સંકલ્પ.

RCBનું નામ બદલાશે નહીં: નવા ચેરમેન આર્યમાન બિરલાની સ્પષ્ટતા

RCBનું નામ બદલાશે નહીં: નવા ચેરમેન આર્યમાન બિરલાની સ્પષ્ટતા

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના ચાહકો માટે સારા સમાચાર છે. ફ્રેન્ચાઇઝીના માલિકી બદલાયા બાદ ટીમના નામમાં ફેરફાર અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. RCBના નવા ચેરમેન આર્યમાન બિરલાએ સ્પષ્ટતા કરી છે કે ટીમનું નામ યથાવત રહેશે.

આદિત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, બ્લેકસ્ટોન અને બોલ્ટ વેન્ચર્સના કન્સોર્ટિયમે IPL 2026 પહેલા RCBનો સંપૂર્ણ હિસ્સો હસ્તગત કર્યો હતો. આ પછી નવા માલિકો તેમની બ્રાન્ડને અનુરૂપ નામ બદલી શકે તેવી અટકળો હતી. પરંતુ નવા મેનેજમેન્ટે ચાહકોની ભાવના અને RCBના બ્રાન્ડ મૂલ્યને ધ્યાનમાં રાખીને નામ ન બદલવાનો નિર્ણય લીધો છે.

આર્યમાન બિરલાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે RCB એક વૈશ્વિક બ્રાન્ડ છે અને મેનેજમેન્ટને આ નામ ખૂબ ગમે છે. તેમની બહેન અનન્યા બિરલાએ પણ અગાઉ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો હતો કે ફ્રેન્ચાઇઝીની ઓળખ યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે 2008માં IPLની શરૂઆતથી 2024 સુધી RCB એક પણ ટ્રોફી જીતી શક્યું નહોતું. 2025માં રજત પાટીદારને કેપ્ટન બનાવ્યા બાદ ટીમે પ્રથમ વખત IPL ટ્રોફી જીતી હતી અને 2026માં સતત બીજી વખત ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે 2027માં RCB હેટ્રિક ટ્રોફી જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.