ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડ પર 7 મિનિટ સુધી પ્રેમિકા કોમલને ઢોર માર મારીને હત્યા કરનાર આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને પોલીસે ઝડપી પાડ્યો છે. નીલમબાગ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લાવીને ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીની કડક સરભરા કરતા ત્યાં એકત્ર થયેલા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપી ફૈઝલે એસ.ટી. બસ સ્ટેન્ડ પર તેની પ્રેમિકાને જાહેરમાં જ નિર્દયતાથી માર માર્યો હતો. સતત 7 મિનિટ સુધી ચાલેલા આ હુમલામાં યુવતીને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર ભાવનગર શહેરમાં આક્રોશ ફેલાયો હતો.
હત્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીને ઝડપી લીધો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીને જોઈને લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરમાં આ ઘટનાને લઈને ચર્ચા ચાલી રહી છે અને લોકોએ આરોપી સામે કડક સજાની માંગ કરી છે.