સત્ય. સાહસ. સંકલ્પ.

15 ડિસેમ્બર 2026થી મોટર વીમાના નિયમો બદલાશે, જાણો કાર-બાઇક માલિકોને શું મળશે

15 ડિસેમ્બર 2026થી મોટર વીમાના નિયમો બદલાશે, જાણો કાર-બાઇક માલિકોને શું મળશે

કાર અને બાઇક ધરાવતા લોકો માટે મોટર વીમા સંબંધિત એક મહત્વની ફેરફાર થવા જઈ રહ્યો છે. વીમા નિયમનકારી સંસ્થા ઈરડા (IRDAI)ની નવી ચાર-સ્તરીય મોટર વીમા પ્રણાલી 15 ડિસેમ્બર 2026થી અમલમાં આવશે. આ પ્રણાલી લાગુ થયા પછી ગ્રાહકો પોતાની જરૂરિયાત પ્રમાણે વીમા કવર પસંદ કરી શકશે. એટલે કે હવે તમામ પ્રકારના કવર એકસાથે લેવા ફરજિયાત નહીં રહે.

જોકે, નવી પ્રણાલીમાં પણ થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત રહેશે. વાહન માલિકોએ આ કવર લેવું જ પડશે. પરંતુ મુસાફરો અને પાછળ બેસનારાઓ માટેનું લાયબિલિટી કવર લેવું વૈકલ્પિક રહેશે. ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ આ કવર લેવું કે નહીં તેનો નિર્ણય જાતે કરી શકશે. તેવી જ રીતે પોતાના વાહનને થતા નુકસાન એટલે કે ‘ઓન ડેમેજ’ (Own Damage) કવર પણ અલગથી પસંદ કરી શકાશે. આ માટે તમામ કવર એકસાથે લેવાની કોઈ મજબૂરી રહેશે નહીં.

નવા નિયમો મુજબ વીમા કંપનીઓએ દરેક કવરનું પ્રીમિયમ અલગ-અલગ દર્શાવવું પડશે. જેથી ગ્રાહકને સ્પષ્ટપણે ખ્યાલ આવે કે તે કયા કવર માટે કેટલા પૈસા ચૂકવી રહ્યો છે. આ વ્યવસ્થાથી પોલિસી ખરીદતી વખતે ગ્રાહકને દરેક કવરની કિંમત વિશે પારદર્શક માહિતી મળશે અને તે પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય નિર્ણય લઈ શકશે.

નવી પ્રણાલી હેઠળ વીમા કંપનીઓએ પોલિસી ખરીદતી વખતે ગ્રાહકોને કસ્ટમર ઓપ્શન ફોર્મ (Customer Option Form) અને ઇન્ફોર્મેશન શીટ (Information Sheet) આપવી ફરજિયાત રહેશે. આ દસ્તાવેજો દ્વારા ગ્રાહકોને વીમા કવર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે. આનાથી તેમને એ સમજવામાં સરળતા રહેશે કે તેઓ કયા-કયા કવર પસંદ કરી રહ્યા છે અને તેના માટે કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે.

નવા નિયમોમાં એવા વાહનચાલકો માટે પણ સુવિધા આપવામાં આવી છે જેમની પાસે પહેલેથી જ થર્ડ પાર્ટી વીમા પોલિસી છે. આવા ગ્રાહકો વધારાનું પ્રીમિયમ ચૂકવીને પોતાની ચાલુ પોલિસીમાં પણ મુસાફરોનું વધારાનું કવર ઉમેરી શકશે. એટલે કે તેમને પોતાની જરૂરિયાત પ્રમાણે વધારાનું કવર ઉમેરવાનો વિકલ્પ મળશે.