સત્ય. સાહસ. સંકલ્પ.

જમ્યા પછી 10થી 15 મિનિટ ચાલવાથી ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે

જમ્યા પછી 10થી 15 મિનિટ ચાલવાથી ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે

જમ્યા પછી તરત આરામ કરવાને બદલે થોડી મિનિટો હળવું ચાલવાની ટેવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે. આવી શારીરિક પ્રવૃત્તિ લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખવામાં, વજન સંતુલિત રાખવામાં, હૃદયની સંભાળ રાખવામાં અને ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે.

ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ભોજન પછીની હળવી ચાલ ઉપયોગી સાબિત થઈ શકે છે. લંચ કે ડિનર પછી અનુકૂળ લાગે ત્યારે 10થી 15 મિનિટ સ્લો વોક કરવો જોઈએ.

જમ્યા પછી ચાલવાથી સ્નાયુઓ લોહીમાં રહેલા ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. તેનાથી લોહીમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રહેવામાં મદદ મળે છે. નિયમિત ચાલવાથી તણાવ ઘટે છે અને ઊંઘ સુધરે છે.

હળવી ચાલ હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તે શરીરની ચયાપચયની પ્રક્રિયા (મેટાબોલિઝમ) સક્રિય રાખે છે, કેલરી બર્ન કરે છે અને વજન નિયંત્રણમાં રાખવામાં સરળતા આપે છે.

સ્લો વોક પ્રમાણમાં સરળ અને ઓછા જોખમવાળી શારીરિક પ્રવૃત્તિ છે. તેના માટે જિમમાં જવાની કે કોઈ ખાસ સાધનોની જરૂર પડતી નથી. જમ્યા પછી પોતાની શારીરિક ક્ષમતા પ્રમાણે થોડી મિનિટોથી શરૂઆત કરી શકાય છે.

નોંધ : આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈ પણ નવો અભ્યાસ કે આહાર-વ્યવસાયમાં ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.