ઓકલેન્ડમાં રમાઈ રહેલી ચોથી T20 માં ભારતીય બોલરોને મોટો ફટકો પડ્યો. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 259 રન બનાવીને ભારત સામે 260 રનનો ટાર્ગેટ મૂક્યો. આ T20 ઇન્ટરનેશનલમાં ન્યૂઝીલેન્ડનો સૌથી મોટો સ્કોર છે. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ જોરદાર બેટિંગ કરી, જ્યારે ભારતના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે આ મેચમાં ઇતિહાસ રચ્યો.
અર્શદીપ સિંહે એક કેલેન્ડર વર્ષમાં T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારા ફુલ મેમ્બર દેશના બોલર તરીકે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 2026માં તેમણે 40 વિકેટ પૂરી કરી છે. આ પહેલાં આ રેકોર્ડ આયર્લેન્ડના ફાસ્ટ બોલર જોશુઆ લિટિલના નામે હતો, જેમણે 2022માં 39 વિકેટ લીધી હતી. અર્શદીપે હવે તે રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ ઉપરાંત અર્શદીપ સિંહે T20 ઇન્ટરનેશનલમાં 150 વિકેટ પણ પૂરી કરી છે. આ સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય બોલર છે. T20 ઇન્ટરનેશનલમાં 150 વિકેટ લેનારા તેઓ વિશ્વના આઠમા બોલર બન્યા છે. સાથે જ સૌથી ઓછા બોલમાં 150 વિકેટ લેનારા બોલરોમાં તેમનું ત્રીજું સ્થાન છે.
ચોથી T20માં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતાં 259 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 107 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતીય બોલરોની ધોલાઈ એટલી થઈ કે કોઈ પણ બોલરનો ઇકોનોમી રેટ 10થી નીચે રહ્યો નહીં.