સત્ય. સાહસ. સંકલ્પ.

અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌરને ઘૂંટણિયે પડીને પ્રપોઝ કર્યું, સગાઈની તસવીરો વાયરલ

અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌરને ઘૂંટણિયે પડીને પ્રપોઝ કર્યું, સગાઈની તસવીરો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર અર્શદીપ સિંહે બુધવારે તેમની ગર્લફ્રેન્ડ સમરીન કૌરને પ્રપોઝ કર્યું છે. તેમણે સમરીનને વીંટી પહેરાવી હતી. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે.

વાયરલ તસવીરોમાં અર્શદીપ ઘૂંટણ પર બેસીને સમરીનને પ્રપોઝ કરતો જોઈ શકાય છે. આ પ્રસંગ ન્યૂઝીલેન્ડમાં યોજાયો હોવાનું જાણવા મળે છે. અર્શદીપ અને સમરીને આ રોમેન્ટિક ક્ષણોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ પહેલા અર્શદીપ સિંહ ટ્રેડ દ્વારા પંજાબ કિંગ્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો. હવે તે પોતાની અંગત જીવનની આ ખુશખબરને કારણે પણ ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા અર્શદીપ અને સમરીને લખ્યું, “જિંદગી આપણને જે કંઈ પણ આપી શકતી હતી, તેમાં સૌથી વધુ ખુશી એ વાતની છે કે તેણે આપણને એકબીજા સાથે જોડ્યા. જીવનભરના આ સાથના નામે 11.11.2026.”

ઉલ્લેખનીય છે કે, અર્શદીપ સિંહ ભારતીય ક્રિકેટ ટીમના મહત્વપૂર્ણ ઝડપી બોલર છે અને તાજેતરમાં જ તે ટ્રેડ દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો છે. આ સગાઈની ખબરે તેમના ચાહકોને ખુશ કરી દીધા છે.