ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર અર્શદીપ સિંહે પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સમરીન કૌરને જન્મદિવસની શુભેચ્છા આપતા તેમની સાથેની કેટલીક ખાસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
સમરીન કૌર આજે એટલે કે 7 સપ્ટેમ્બરે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર અર્શદીપે પોતાની ગર્લફ્રેન્ડ સાથેની નવ તસવીરો શેર કરી છે, જેમાં બંને જુદી જુદી જગ્યાએ મસ્તી કરતા અને એકબીજાની સાથે સમય વિતાવતા જોવા મળી રહ્યા છે. તસવીરો સાથે અર્શદીપે લખ્યું છે, 'હેપ્પી બર્થડે મારી જાન. મારી સૌથી વ્હાલી, સમજદાર, પરિપક્વ, સુંદર અને મસ્તી કરતી જીવનસાથી.' આ પોસ્ટ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.
સમરીન કૌર જમ્મુ-કાશ્મીરમાં જન્મેલા છે અને તે એક મોડેલ, અભિનેત્રી તથા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તેમણે પુણેની સિમ્બાયોસિસ કોલેજમાંથી બી.કોમ (ઓનર્સ)ની ડિગ્રી મેળવી છે. તેઓ 2018માં ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં જમ્મુ અને કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
આ પહેલા આ જોડીએ પોતાના હાથ પર એકબીજાના નામના ટેટૂ પણ બનાવ્યા છે, જેની ચર્ચા થઈ હતી. હવે ચાહકો આ જોડીના લગ્નની રાહ જોઈ રહ્યા છે.